કીમ(Kim): ઓલપાડના (Olpad) કીમ ગામે ૨૨ વર્ષીય પરપ્રાંતિય નવપરિણીતાની હત્યા (Murder) થતાં ચકચાર મચી ગઈ છે. ઘર જમાય પતિ (Husband) જ હત્યા કરી ફરાર થયો હોવાનો આક્ષેપ યુવતીના પરિવારજનોએ (Family) લગાવ્યો હતો. કીમ પોલીસે (Police) વધુ તપાસ હાથધરી હતી.
- પતિએ જ પત્નીની હત્યા કરી ઘરને તાળુ મારી ફરાર થઈ ગયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- પરિણીતાનો ઘરમાં ચાદરમાં લપેટાયેલો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો, હાથ અને ગળા પર ઈજા
ઓલપાડ તાલુકા કીમ ગામે વહેલી સવારે હત્યાની ઘટનાથી ચકચાર મચી જતા પોલીસ દોડતી થી ગઈ હતી. કીમ ગામના અંબિકા નગર-૨માં રહેતી કિરણ ગૌડના લગ્ન ૮ મહિના પૂર્વે હરિચંદ્ર રામમનોહર નિષાદ નામના યુવક સાથે થયા હતા. જે કંપીનામાં સંચા માસ્ટર તરીકે નોકરી કરે છે. ચાર મહિનાથી તેઓ સાસરીમાં ઘર જમાઈ તરીકે રહેતા હતા. જોકે સોમવારની વહેલી સવારે યુવતીએ ઘરનું તાળું મળ્યું હતું. પરિવારજનોએ બારીમાંથી બૂમો પાડી યુવતીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ નહીં મળતાં તેઓને શંકા ગઈ હતી અને ફળીયામાં જાણ કરતાં દોડભાગ મચી ગઈ હતી. બાદમાં કીમ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘરનું તાળું તોડ્યું હતું. પોલીસે યુવતિના મૃતદેહ પર ઓઢાડેલી ચાદર ખોલતા લોકો ચોંકી ઉઠ્યા હતા. યુવતીનો મૃતદેહ લોહીથી લથપથ હતો. યુવતીના હાથ અને ગળાના ભાગે ઇજાના નિશાન હતા.
પતિએ અગાઉ પત્ની સાથે મારપીટ કરી હતી
પતિ હરિચંદ્રએ અગાઉ પતિની કિરણ મારપીટ કરી હતી. સમગ્ર મામલો કીમ પોલીસ મથકે પહોંચતા પતિ સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
જમાઈને સવારે ઘરેની બહાર જતા સસરાએ જોયો હતો
કિરણ ગોંડના પતિને સવારે ઘરેથી જતા તેના સસરા કમલેશ ગોંડે જોયો હતો.અને હત્યા બાદના કલાકો સુધી પતિનો અટોપતો નહિ મળતાં પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે.
આરોપી તરીકે સસરાએ જમાઈનું નામ આપ્યું છે
સમગ્ર ઘટના મામલે ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યારે જણાવ્યું હતું કે મૃતકના શરીરે ચપ્પુના ઘાના નિશાન મળી આવ્યા છે. હત્યાનો ભોગ બનેલી યુવતીના પિતા કમલેશભાઈએ આરોપી તરીકે જમાઈનું નામ આપ્યું છે. હત્યાનું મૂળ કારણ આરોપી ઝડપાઈ પછી સામે આવી શકે છે. પરંતુ પ્રાથમિક તબક્કે પતિ-પત્ની વચ્ચેના ખતરાગના કારણે આ બનાવ બન્યો હોઈ શકે.