Dakshin Gujarat

સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગાંજાની હેરાફેરીનો ભાંડાફોડ

સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે ,સુરત ના નવસારી સ્ટેશન પરથી 16 કિલોથી વધુ ગાંજા ના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસનું સખત વલણ વધુ એકવાર સફળ સાબિત થયું છે. સિકંદ્રાબાદથી રાજકોટ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીથતી હોવાની પોલીસ ને બાતમી મળી હતી.જે બાતમીના આધારે પશ્ચિમ રેલ્વે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની સુરત યુનિટે નવસારી રેલ્વે સ્ટેશન પરથી બે આરોપીઓને ઝડપી પાડી કુલ 16.105 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

સુરત રેલ્વે પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ તા. 11 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત એલ.સી.બી.ની ટીમ નવસારી રેલ્વે સ્ટેશન પર વોચ પેટ્રોલિંગમાં હતી. રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા CID ક્રાઈમ અને રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે પોતાના સોર્સ એક્ટીવ કરી સૂચનાઓના આધારે પોલીસે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર ખાસ નજર રાખી હતી.જે દરમિયાન ગાંજો ઝડપાયો હતો,સવારે અંદાજે 10:51 વાગ્યે ટ્રેન નંબર 22718 સિકંદ્રાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ નવસારી સ્ટેશન પર આવી પહોંચી હતી. ટ્રેનમાંથી ઉતરતા મુસાફરો વચ્ચે પોલીસે એક યુવકને લીલા રંગની ટ્રોલી બેગ અને ખભા પર સોલ્ડર બેગ સાથે જતા જોયો હતો, તેની હલચલ અને ગભરાટભર્યા વર્તનને કારણે પોલીસને શંકા ગઈ અને તેને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ.

બેગની તપાસ કરતાં અંદરથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. વધુ પૂછપરછમાં યુવકે કબૂલ્યું કે તે ગાંજો નવસારી સ્ટેશન પર હાજર બીજા વ્યક્તિ માટે લાવ્યો હતો. તરત જ પોલીસે સ્ટેશન પર જ વોચ ગોઠવી બીજા આરોપીને પણ ઝડપી પાડ્યો.પકડાયેલા આરોપીઓમાં 19 વર્ષીય સાગર નારાયણ, જે ઓરિસ્સાનો રહેવાસી છે અને ગાંજો લાવવાનું કામ કરતો હતો, તેમજ 28 વર્ષીય સંજય ઉર્ફે લાલુ વ્યાસ, કામરેજનો રહેવાસી, જે જથ્થો મંગાવનાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બંને પાસેથી કુલ 16.105 કિલોગ્રામ ગાંજો, ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ, ટ્રોલી બેગ અને મહત્વના દસ્તાવેજો સહિત અંદાજે રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી આ હેરાફેરી પાછળ જોડાયેલા અન્ય તત્વો અને સપ્લાય ચેન અંગે મહત્વની માહિતી બહાર આવી શકે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં નશાના વેપારને કોઈ પણ હાલતમાં બરદાશ્ત નહીં કરવામાં આવશે.

Most Popular

To Top