National

“મંદિર વહી બનેગા” તો રામ ભી બનાનેવાલે કે સાથ હી રહેંગે: રામાયણના રામ ભાજપમાં જોડાયા

‘રામાયણ’ (RAMAYAN) સિરિયલથી પ્રખ્યાત બનેલા અભિનેતા અરૂણ ગોવિલે (ARUN GOVIL) ગુરુવારે ભાજપમાં જોડાતા હર્ષની લાગણી અનુભવી હતી. તેમણે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હી(DELHI) માં ભાજપ કાર્યાલયમાં પાર્ટી ઓફિસ (BJP OFFICE)માં જોડાયા બાદ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ ઉપસ્થિત રહ્યા હતા. 

ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે કહ્યું કે આ સમયે આપણી જે ફરજ છે તે થવી જોઈએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું ન હતું, પરંતુ મોદીજીએ દેશનો હવાલો સંભાળ્યો ત્યારથી દેશની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું. અરુણ ગોવિલે કહ્યું કે હવે હું દેશ માટે ફાળો આપવા માંગુ છું અને આ માટે અમારે એક મંચની જરૂર છે અને ભાજપ આજે શ્રેષ્ઠ મંચ છે. તેમણે કહ્યું કે મેં પહેલી વાર જોયું કે મમતા બેનર્જી(MAMTA BENARGI)ને “જય શ્રી રામ” ના નારાથી એલર્જી છે. જય શ્રી રામ માત્ર એક સૂત્ર નથી. 

5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અરુણ ગોવિલનો ભાજપમાં પ્રવેશ ખાસ ગણવામાં આવે છે. જોકે, પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે તે હજુ સ્પષ્ટ નથી થયું. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ગોવિલ ભાજપના સભ્યપદ લીધા પછી વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે છે, જોકે આ અંગે પક્ષ તરફથી અથવા ગોવિલ તરફથી પોતાનું નિવેદન આવ્યું નથી. અરુણ ગોવિલ પહેલા ‘રામાયણ’ના અન્ય કલાકારો પણ રાજકારણમાં ઉતર્યા છે. રામાયણમાં ‘સીતા’ (SITA) ભજવનારી દિપીકા ચીખલીયા ઉપરાંત ‘હનુમાન’ (HANUMAN) ભજવનારા દારા સિંહ અને ‘રાવણ’ ભજવનારા અરવિંદ ત્રિવેદી પણ રાજકારણમાં ઉતર્યા છે. દીપિકા ચીખલીયા પણ ભાજપ ટિકિટ પર બે વાર ચૂંટણી લડી છે.

માત્ર ‘રામ’ જ નહીં, ‘કૃષ્ણ’ અને ‘દ્રૌપદી’ પણ ભાજપમાં શામેલ હતા

મહત્વની વાત છે કે આ પેહલા કૃષ્ણ (LORD KRISHNA) અને દ્રોપદીનું પાત્ર ભજવનાર અભિનેતા અભિનેત્રી પણ બીજેપીમાં જોડાયા હતા, ત્યારે હવે અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. તે ટીવી સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ગુરુવારે તેઓ દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં ગોવિલનો સમાવેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગયા વર્ષે લોકડાઉન થયા બાદ કેન્દ્ર સરકારે દૂરદર્શન પર રામાયણ સીરિયલનું ટેલિકાસ્ટ ફરી શરૂ કર્યું હતું

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top