National

પટણામાં મોટી દુર્ઘટના: વાન ગંગામાં પડી જતા 18 લોકો પાણીમાં ગરકાવ, સીએમ નીતીશે દુ:ખ વ્યક્ત કર્યું

બિહાર(BIHAR)ની રાજધાની પટણા(PATNA)માં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. દાનાપુરના પીપાપુલની એક પીકઅપ વાન ગંગા(VAN FELL DOWN IN GANGA)માં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત (9 DEATH) નીપજ્યાં છે. અને હજી પણ 10 થી 12 લોકો ગુમ (MISSING) થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના બાદ અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે. 

પીકઅપ વાનના તમામ કબજેદારો અકિલપુરના રહેવાસી હતા જે લગ્ન સમારોહ(MARRIAGE FUNCTION)માં ભાગ લેવા જઇ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ વાનમાં કુલ 18 લોકો હતા. અત્યાર સુધી 9 મૃતદેહો મળી આવ્યા છે. બે લોકો તરીને બહાર નીકળ્યા હતા. જ્યારે બાકીના સાતની શોધખોળ હજી ચાલુ છે. ત્યારે કહેવાય છે કે પીકઅપ વાન બેકાબૂ થઈ ગઈ હતી અને પીપાપુલની રેલિંગ તોડી ગંગામાં પડી ગઈ હતી. વાનની છત પર સવાર લોકોએ કોઈક રીતે તેમનો જીવ બચાવ્યો, પરંતુ વાનની અંદર બેઠેલા લોકો ગંગામાં ડૂબી ગયા હતા.

ગંગામાંથી પીકઅપ વાનને બહાર કાઢવા માટે ડાઇવર્સ સતત સર્ચ ઓપરેશન (SEARCH OPERATION) ચલાવી રહ્યા છે. હજી સુધી નવ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા તુરંત એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફની ટીમો રાહત બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ હાજર છે. વરિષ્ઠ અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અકિલપુરમાં રહેતો વિક્રમસિંહનો ભત્રીજો રાજેશ લગ્ન કરવાનો હતો, અને ગુરુવારે રાત્રે તેનો તિલક સમારોહ રાખવામાં આવ્યો હતો. જયારે ગંગામાં ડૂબતા વાહનમાં સવાર મુસાફરો આ કાર્યક્રમથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યાની માહિતી મળ્યા બાદ પરિણીત ઘરના લોકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. અને ત્યારબાદથી જ પીડિતાનું ઘર લગ્નની જગ્યાએ માતમમાં તબદિલ થઇ ગયું છે.

દાનાપુર અકસ્માત મામલે સીએમ નીતીશે દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી નીતીશ કુમારે દાનાપુર અકસ્માત અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેઓએ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. હું આ માટે દિલગીર છું. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે મૃતકના આશ્રિતોને તાત્કાલિક ચાર લાખ અનુગ્રહ અનુદાન આપવામાં આવે.

Most Popular

To Top