India

પાલમમાં ભીષણ આગની દુર્ઘટના મામલો

9 પરિવારજનોનાં મોતથી અજાણ બચેલ પુત્ર, ICUમાં સારવાર હેઠળ

Palam વિસ્તારમાં બુધવારે બનેલી ભયાનક આગની દુર્ઘટનાએ એક પરિવારને તોડી નાંખ્યો છે. આ ઘટનામાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે બચી ગયેલા એકમાત્ર પુત્ર સચિન હજુ સુધી આ દુઃખદ સમાચારથી અજાણ છે અને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે.

અગ્નિકાંડ દરમિયાન સચિનને શરીરના અનેક ભાગોમાં ગંભીર બર્ન ઈજાઓ પહોંચી હતી. તેને તરત જ Safdarjung Hospital ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેને ICUમાં રાખવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સચિનને હાથ, ચહેરો અને બંને પગમાં ગંભીર ઇજા છે અને તે ભારે પીડામાં છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, પરંતુ આગામી 36 કલાક માટે તેને નજીકથી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.


પાડોશીઓના કહેવા મુજબ, સચિન જ પરિવારનો પહેલો સભ્ય હતો જેને આગ લાગી હોવાની ખબર પડી. આગ લાગ્યા બાદ તેણે પરિવારને બચાવવા માટે ગેટ ખોલવાનો અને છત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને ઈજાઓ પહોંચી. જોકે, ઘરમાં ફેલાયેલા ઘન ધુમાડાના કારણે અનેક સભ્યો બહાર નીકળી શક્યા નહોતા.

પાડોશી સુમિત જૈન અને દીપકે જણાવ્યું કે આગ એટલી ભયાનક હતી કે નજીકના ફ્લાયઓવર પરથી પણ ઘન કાળો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. સવારે લગભગ 7 વાગ્યે આગની જાણ થતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ દુર્ઘટના Ram Chowk Market નજીક આવેલી બહુ માળીયા ઈમારતમાં બની હતી, જ્યાં એક જ પરિવાર રહેતો હતો. આગમાં ત્રણ બાળકો સહિત કુલ નવ લોકોનાં મોત થયા છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.

આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 30 ફાયર ટેન્ડરો, 11 એમ્બ્યુલન્સ, તેમજ પોલીસ, BSES, એર ફોર્સ પોલીસ ,NDRFની ટીમોને તાત્કાલિક કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. હાલ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે અને વિસ્તારમાં ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Most Popular

To Top