અમેરિકા-ઇઝરાયેલ હુમલાઓ વચ્ચે નિર્ણય, ઈરાનની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત: ઈરાનમાં મોટા રાજકીય વિકાસ વચ્ચે દેશની સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય સત્તા ધરાવતી સંસ્થા Assembly of Experts એ અહેવાલ પ્રમાણે જતબા ખામેનેઈને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કર્યા છે. તેઓ પૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ ના પુત્ર છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા એરસ્ટ્રાઈક પછી દેશની અંદર રાજકીય અને સૈન્ય સ્તરે ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
અહેવાલો મુજબ, ઈરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા Islamic Revolutionary Guard Corps (IRGC) ની અસર અને દબાણ વચ્ચે આ પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

મોજતબા ખામેનેઈનો જન્મ 8 સપ્ટેમ્બર 1969ના રોજ થયો હતો. તેઓ અલી ખામેનેઈના બીજા પુત્ર છે અને લાંબા સમયથી ઈરાનની રાજકીય વ્યવસ્થામાં પરોક્ષ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. તેઓ સત્તાવાર પદ પર દેખાતા નહોતાં, પરંતુ તેમના પિતાની ઓફિસનું સંચાલન, રાજકીય સમન્વય અને સુરક્ષા સંબંધિત નિર્ણયો પર પ્રભાવ માનવામાં આવતો હતો,
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઈરાન-ઈરાક યુદ્ધના સમયથી જ મોજતબા ખામેનેઈના IRGC સાથે નજીકના સંબંધો રહ્યા છે. આ કારણોસર તેમને લાંબા સમયથી ભવિષ્યના સંભવિત સુપ્રીમ લીડર તરીકે જોવામાં આવતા હતા. વર્ષ 2016માં તેઓ કોમ સેમિનરીમાં ધાર્મિક વિદ્વાનો વચ્ચે જાહેરમાં જોવા મળ્યા હતા, જે તેમની ધાર્મિક અને રાજકીય જોડાણોને દર્શાવે છે.
અહેવાલો મુજબ, 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં અલી ખામેનેઈના મોત બાદ ત્રણ દિવસમાં વરિષ્ઠ ધાર્મિક નેતાઓએ બેઠક કરી અને નવા સુપ્રીમ લીડર અંગે ચર્ચા કરી. આ બેઠકમાં મોજતબા ખામેનેઈના નામ પર સહમતિ બન્યાની માહિતી સામે આવી છે.
મીડિયા અહેવાલો, : ખાસ કરીને Iran International ના સૂત્રો અનુસાર, 56 વર્ષીય મોજતબા હવે ઈરાનની સર્વોચ્ચ સત્તા સંભાળશે. આ નિર્ણય ઈરાનની આંતરિક રાજનીતિ તેમજ વૈશ્વિક રાજકારણ પર મોટો પ્રભાવ પાડી શકે છે.