Trending

Myntraના CEO Nandita Sinhaનું રાજીનામુ

Flipkartમાં ટોચના સ્તરે મોટો ફેરફાર

ભારતની અગ્રણી ફેશન ઇ-કોમર્સ કંપની Myntraના CEO Nandita Sinha ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. આ નિર્ણય Flipkart ગ્રુપમાં ચાલી રહેલા ટોચના સ્તરના ફેરફારોમાં નવી કડી માનવામાં આવી રહ્યો છે.

2022થી CEO તરીકે સંભાળ્યું નેતૃત્વ : નંદિતા સિન્હા 2022થી મિન્ત્રાના CEO તરીકે કાર્યરત હતા. તેઓ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ફ્લિપકાર્ટ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા છે અને કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ નથી : તેમના રાજીનામા પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ નિર્ણય કંપનીના આંતરિક સ્ટ્રેટેજિક ફેરફારો સાથે જોડાયેલો હોવાનો અંદાજ છે.

કોણ બનશે નવા CEO? : રિપોર્ટ મુજબ, હાલમાં Flipkart Fashionના વડા Sharon Pais મિન્ત્રાના નવા CEO તરીકે જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. તેઓ અગાઉ મિન્ત્રામાં Chief Business Officer તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

IPO પહેલા મોટો ફેરફાર : આ ફેરફાર એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ફ્લિપકાર્ટ ગ્રુપ નજીકના સમયમાં IPO (Initial Public Offering) લાવવાની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ટોચના મેનેજમેન્ટમાં થતા બદલાવ રોકાણકારો માટે મહત્વપૂર્ણ સંકેત બની શકે છે. ફ્લિપકાર્ટ ગ્રુપમાં વધતા ટોચના લેવલના નંદિતા સિન્હાનું રાજીનામું માત્ર એકલુ નથી. છેલ્લા થોડા સમયમાં ફ્લિપકાર્ટ ગ્રુપમાં અનેક સિનિયર લેવલના અધિકારીઓએ પદ છોડ્યા છે, જેના કારણે કંપનીના લીડરશિપ સ્ટેબિલિટી અંગે ચર્ચા તેજ બની છે.

Nandita Sinhaના એક્ઝિટથી Myntra અને Flipkart બંને માટે એક મહત્વપૂર્ણ ટ્રાંઝિશન ફેઝ શરૂ થયો છે. આગામી સમયમાં નવા નેતૃત્વ હેઠળ કંપની કઈ દિશામાં આગળ વધે છે તે પર સૌની નજર રહેશે.

Most Popular

To Top