National

કાશી વિશ્વનાથ મંદિર પાસે 2 મકાન ધરાશાયી થતા 8 લોકો દબાયા, એકનું મોત

નવી દિલ્હી: વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે ગત રાત્રે મોટી દુર્ઘટના સરજાઇ હતી. ત્યારે આ દુર્ઘટનામાં ઘણા લોકોને નુકશાન થયું હતું. તેમજ ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે ઘટનાની માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં ગત મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર બન્યો હતો. ત્યારે બે મકાનો ધરાશાયી થતાં આઠથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા અને એકનું મોત થયું હતું. ત્યારે ઘરના કાટમાળ નીચે દટાયેલા લોકોમાં મહિલાઓ પણ સામેલ છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી એક બાળકને BHU ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યુ હતુ કારણ કે બાળકની સ્થિતિ ખુબ ગંભીર બની હતી, પરંતુ ટુંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું થયું હતું. હાલ ટ્રોમા સેન્ટરમાં દાખલ મહિલા કોન્સ્ટેબલ સહિત છ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે તપાસમાં લાગેલી છે અને ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

સમગ્ર મામલે વહીવટી અધિકારીઓ અને NDRFની ટીમે ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી હતી. તેમજ અકસ્માત બાદ કાશી વિશ્વનાથ મંદિર તરફ જતો ગેટ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે મંદિરે જતા દર્શનાર્થીઓને ગેટ નંબર એક અને ગેટ નંબર બેમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ખોઆ ગલી ચોક પર સ્થિત પ્રખ્યાત જવાહિર સાઓ કચોરી વિક્રેતાની ઉપર રાજેશ ગુપ્તા અને મનીષ ગુપ્તાના ઘર આવેલા હતા. બંને ઘર 70 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. જેથી ગઇકાલે મોડી રાત્રે બંને મકાનો ધરાશાયી થયા હતા.

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રશાસનને મામલાની જાણ કરી હતી. તેમજ શેરીમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ મેદગીન અને ગોદૌલિયાથી મંદિર તરફ જતા ગેટ નંબર ચારથી દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરી દીધો હતો, અને NDRFની ટીમ હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

Most Popular

To Top