નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના (South America) વેનેઝુએલાના (Venezuela) હાઇવે ઉપર એક ભયાનક અક્માત થયો હતો. જેના કારણે 17 વાહનો (Vehicles) ભડભડ બળવા માંડ્યા હતાં. આજે એટલેકે ગુરુવારે સવારે પણ બચાવ કામગીરી ચાલી રહી હતી. જેમાં હમણા સુધીમાં 16 લોકોના મૃતદેહ (Diabodies) બહાર કાઢી લેવાયા છે. તેમજ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિણામે તેઓને નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતાં.
- દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા હાઇવે ઉપર આ અકસ્માત
- અકસ્માતમાં કેમિકલ ભરેલી ટ્રકે એક-બે નહીં પરંતુ 17 વાહનોને અડફેટે લીધા
- 16 લોકોના મૃતદેહ અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા
- 6 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે સાંજે દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા હાઇવે ઉપર આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક કેમિકલ ભરેલી ટ્રકે એક-બે નહીં પરંતુ 17 વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા આજુ બાજુના વાહનો પણ આગની લપેટમાં આવી ગયાં હતાં. તેમજ હાઇવેની વચ્ચોવચ તમામ વાહનો ભડભડ બળવા માંડ્યા હતાં.
ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બચાવની કામગીરી હાથ ધરી હતી. ગઇ કાલે થયેલા આ અકસ્માતમાંં 16 લોકોને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી આજે સાવારે પણ ચાલી પણ ચાલી રહી હતી. માટે આ અકસ્માતના મૃતકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે. આ સાથે જ ઘાયલો પૈકીના છની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાના ગોન્ઝાલેઝને ગ્રાન મેરિસ્કલ ડી અયાકુચો હાઇવે પર થયેલાં આ અકસ્માતમાં મૃત્યુઆંક વિષે ફાયર ચીફ જુઆન ગોન્ઝાલેઝએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં 16 લોકો મૃત્યુ પામ્યા છે.’ તેમજ રિસ્ક મેનેજમેન્ટ અને સિવિલ પ્રોટેક્શનના ઉપ મંત્રી કાર્લોસ પેરેઝ એમ્પ્યુડાએ મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થવાની જાણકારી આપી હતી.
અકસ્માત બાદ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હાઇવે પર થયેલા આ અકસ્માતમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતાં. ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચાડવામાં આવી હતી. સાથે જ 6 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.