નવી દિલ્હી: દિલ્હીના કાલકાજી મંદિરમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. મંદિર પરિસરમાં જાગરણનું (Awakening) આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન કીર્તન માટેનો સ્ટેજ તૂટી (Stage Broken) પડ્યો હતો. જેના પગલે મંદિરમાં (Temple) નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને (Injured) દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાયક બી પ્રાકનું ભજન સાંભળવા માટે 1500થી વધુ લોકોની ભીડ મંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. તેમજ દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્ટેજ લાકડાના પાટિયા અને લોખંડના થાંભલાઓથી બનેલું હતું. સ્ટેજ પર મોટી સંખ્યામાં લોકો ચઢી ગયા હતા, જેના કારણે તે ટુટી ગયો હતો. આ જાગરણ છેલ્લા 26 વર્ષથી થઈ રહ્યું છે. આ વખતે આયોજકોએ તેને વધુ મોટા પાયે કર્યું હતું. તેમજ કંપનીની વધારાની ફોર્સ બોલાવવામાં આવી હતી.
આ સાથે જ ડીસીપી સાઉથ ઈસ્ટ રાજેશ દેવેએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. જેના કારણે પોલીસે આયોજકો સામે ગુનો નોંધ્યો છે. આ એક ખાનગી કાર્યક્રમ હોવાથી ભીડ નિયંત્રણની જવાબદારી આયોજકોની હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે ખાનગી કાર્યક્રમ હોવા છતા તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા હતા. પરંતુ ભીડ બેકાબુ બનતા આ ઘટના બની હતી. તેમજ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા એમ્સ ટ્રોમા સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ અને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફાયર બ્રિગેડે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા હતા. જ્યારે બે લોકો 45 વર્ષની મહિલાને ઓટોમાં મેક્સ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરત પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. પરંતુ હજી સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ સિવાય ઘાયલો પૈકી કેટલાકને ફ્રેક્ચર પણ થયું હતું.
સમગ્ર મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અન્ય તમામ ઘાયલોની હાલત સ્થિર છે. તેમજ આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304A/188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.