Trending

મહાશિવરાત્રિ સ્પેશિયલ: જાણો શા માટે કોઈ પણ નેતા ઉજ્જૈનમાં રાતવાસો નથી કરી શકતા

14 ફેબ્રુઆરીએ પ્રેમીઓનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડે ગયો. હવે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી (Mahashivratri) એટલે કે સતિમાતા અને ભગવાન શિવના લગ્નનો (Marriage) દિવસ છે. આ દિવસની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. દેશમાં સૌથી વિશેષ પૂજા મહાશિવરાત્રિ પર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં કરવામાં આવે છે. આ ઉપરાંત શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. આમ તો આ દિવસ માટેની અલગ અલગ કથાઓ છે. 12 જયોતિર્લિગની વાત કરીએ તો ઉજ્જૈનનાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને સૌથી રહસ્યમય માનવામાં આવે છે.

ઉજ્જૈન પુણ્યભૂમિ તરીકે ઓળખાય છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક ઉજ્જૈનમાં પણ છે જેને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. આ સાથે હજારો સંતો, મુનિઓ અને બ્રાહ્મણો ઉજ્જૈનમાં જપ કરવા અને તપસ્યા કરવા આવે છે. આ સાથે અહીં શુદ્ધ નદી ક્ષિપ્રા અથવા શિપ્રા નદી છે અને સિંહસ્થ મહાકુંભ મેળો પણ દર 12 વર્ષે યોજાય છે. ઉજ્જૈનની એક ખાસ વાત એ છે કે અહીં એક ઓક સ્મશાન છે જ્યાં ભગવાન શિવનો વાસ છે. ઉજ્જૈનને અવંતિકા, ઉજ્જયની, કનકશ્રંગા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.

આખરે કેમ કોઈ રાજા ઉજ્જૈનમાં રહેતો નથી
મહાકાલેશ્વર મંદિરનું ખાસ રહસ્ય એ છે કે મહાકાલથી મોટો કોઈ શાસક નથી. જ્યાં મહાકાલ રાજાના રૂપમાં બિરાજમાન છે, ત્યાં બીજો કોઈ રાજા હોઈ શકે નહીં. જે ક્ષણથી મહાકાલે ઉજ્જૈનમાં નિવાસ કર્યો, ત્યારથી આજ સુધી ઉજ્જૈનનો બીજો કોઈ રાજા થયો નથી. ઉજ્જૈનનો એક જ શાસક છે, અને તે છે ભગવાન મહાકાલ. પૌરાણિક કથાઓ અનુસાર, ઉજ્જૈનમાં કોઈ રાજા રાત્રિ રોકાણ કરતા નથી. કારણ કે આજે પણ બાબા મહાકાલ ઉજ્જૈનના રાજા છે. જો કોઈ રાજા કે મંત્રી રાત્રે અહીં રોકાય તો તેને સજા ભોગવવી પડે છે.

માન્યતા અનુસાર ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય હતા. વિક્રમાદિત્ય રાજા બનતા પહેલા અહીં એક પ્રથા હતી કે જે ઉજ્જૈનનો રાજા બને તેનું મૃત્યુ નિશ્ચિત છે. વિક્રમાદિત્યએ કહ્યું હતું કે રાજ્યની ગાદી ખાલી હશે તો પણ સરકાર મહાકાલના નામે જ ચાલશે. ત્યારથી આજ સુધી આ પ્રથા ચાલુ છે. માન્યતાઓ અનુસાર માત્ર મહાકાલ જ ઉજ્જૈનના રાજા છે. તેથી આજે પણ ઉજ્જૈન વિશે એવી માન્યતા છે કે જો કોઈ વર્તમાન નેતા એટલે કે વડાપ્રધાન કે જનપ્રતિનિધિ ઉજ્જૈન શહેરની હદમાં રાત વિતાવવાની હિંમત કરે તો તેને આ ગુનાની સજા ભોગવવી પડે છે. એટલે કે તેને મૃત્યુદંડ મળે છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશેષ છે ભારતને હંમેશા ઋષિઓનો દેશ કહેવામાં આવે છે. તેમણે બનાવેલી અથવા સ્થાપિત કરેલી તમામ વસ્તુઓ વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ છે. તેને ઐતિહાસિક પણ માનવામાં આવે છે. તે જ સમયે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ શિવ મંદિરોમાં જોડાવાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

Most Popular

To Top