મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરમાં ચાલતી કારમાં (Moving car) એક મહિલાની છેડતી કરવા અને તેના નાના બાળકને વાહનમાંથી ફેંકી દેવાના આરોપમાં એક કેબ-ડ્રાઇવરની (Cab-Driver) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને મુંબઈ-અમદાવાદ હાઈવે પર માતાને પણ વાહનમાંથી ધક્કો મારવામાં આવ્યો હતો, તે હાલમાં સારવાર લઈ રહી છે. વિજય કુશવાહ તરીકે ઓળખાતા આરોપી પર ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 304 ગુનેગાર હત્યા અને 354 કોઈપણ મહિલા પર બળનો ઉપયોગ કરીને, તેણીની નમ્રતા પર અત્યાચાર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
- મુંબઈ-અમદાવાદ હાઈવે પર માતાને વાહનમાંથી ધક્કો મારવામાં આવ્યો
- કેબ-ડ્રાઇવરે અન્ય સહ-યાત્રીઓ સાથે મળીને છેડતી કરી હતી
- મહિલાએ પ્રતિકાર કર્યો ત્યારે તેઓએ તેનું બાળક છીનવી લીધું હતું
- બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, મહિલા અને તેની પુત્રી પેલ્હારથી વાડા તહસીલના પોશેરે એક કેબમાં પરત ફરી રહ્યા હતા જે કેટલાક અન્ય મુસાફરો દ્વારા શેર કરવામાં આવી રહ્યા હતા. વચ્ચે અન્ય મહિલા મુસાફરો ઊતરી ગયા બાદ કારમાં એકલી રહી ગયેલી મહિલા સાથે કેબ-ડ્રાઇવરે અન્ય સહ-યાત્રીઓ સાથે મળીને છેડતી કરી હતી.
બાળકને બચાવવા મહિલાએ પણ કારમાંથી છલાંગ લગાવી
જ્યારે મહિલાએ પ્રતિકાર કર્યો ત્યારે તેઓએ તેનું બાળક છીનવી લીધું હતું અને તેને પૂરપાટ દોડતી કેબમાંથી બહાર ફેંકી દીધું હતું. આથી બાળકને બચાવવા મહિલાએ પણ કારમાંથી છલાંગ લગાવી હતી. જોકે, બાળકનું મોત નીપજી ચૂક્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીએ મહિલાને વાહનમાંથી પણ ધક્કો માર્યો હતો, જેના કારણે તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ મહિલા સારવાર હેઠળ છે.
નિર્ભયા ફંડ હેઠળ ખરીદેલા વાહન શિંદે સરકારના ધારાસભ્યોની સુરક્ષામાં લગાવાયા
મુંબઈ: મહિલાઓ સામેના ગુના સામે લડવા માટે નિર્ભયા ફંડ હેઠળ મુંબઈ પોલીસે આ વર્ષની શરૂઆતમાં ખરીદેલા કેટલાક વાહનોનો ઉપયોગ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના ધડાના ધારાસભ્યો અને સાંસદોને વાય-પ્લસ સુરક્ષા આપવા માટે કરવામાં આવે છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.આ વર્ષે જૂનમાં શહેર પોલીસ દળે 220 બોલેરો, 35 અર્ટિગાસ, 313 પલ્સર મોટરસાયકલ અને 200 એક્ટિવા ટુ-વ્હીલરની ખરીદી કરી હતી જે તેને નિર્ભયા ફંડ હેઠળ મળેલા રૂ. 30 કરોડના ભંડોળમાંથી લેવામાં આવી હતી.
કે શું શાસક ધારાસભ્યોની સુરક્ષા મહિલાઓની સુરક્ષા કરતાં વધુ મહત્વપૂર્ણ ?
આ ઘટનાક્રમના પગલે વિરોધ પક્ષ શિવસેના કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર પર હુમલો કરતા પૂછ્યું હતું કે શું શાસક ધારાસભ્યોની સુરક્ષા મહિલાઓની સુરક્ષા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મહિલા સુરક્ષા સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે 2013થી કેન્દ્ર દ્વારા નિર્ભયા ફંડ રાજ્ય સરકારોને આપવામાં આવે છે.રાજ્ય પોલીસના વીઆઈપી સુરક્ષા ખાતાએ શિંદે ધડાના ધારાસભ્યોને વાય-પ્લસ સુરક્ષા આપવા માટે 47 બોલેરોની માગ કરી હતી. જો કે તેમાંથી 17 બોલેરો પાછી આવી ગઈ હતી પણ 30 હજી પણ પરત આવી નથી જેના કારણે પોલીસ પેટ્રોલિંગ પર અસર પડે છે’, એમ તે અધિકારીએ કહ્યું હતું.