મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હંગામો શરૂ થયો છે. કોશ્યારીએ એક કાર્યક્રમ દરમિયાન શિવાજી (Shivaji) વિશે એવી વાત કહી કે શિવસેના ઉદ્ધવ જૂથ રાજ્યપાલ પર ઉગ્ર પ્રહારો કરી રહ્યું છે. વાસ્તવમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવાજીને જૂના આદર્શ ગણાવ્યા હતા . તેમણે કહ્યું કે નીતિન ગડકરી આજના યુગના નવા આદર્શ છે. જણાવી દઈએ કે રાજ્યપાલ કોશ્યારીએ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
શિવાજી જૂના જમાના આદર્શ…..
યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું, “જ્યારે અમે મિડલ, હાઈસ્કૂલમાં ભણતા હતા… અમારા શિક્ષકો અમને કહેતા હતા કે તમારો ફેવરિટ હીરો કોણ છે? તમારો ફેવરિટ નેતા કોણ છે? તે સમયે અમે સુભાષચંદ્ર બોઝ, નહેરુજી, ગાંધીજીનું નામ લેતા હતા. રાજ્યપાલે વધુમાં કહ્યું, “મને લાગે છે કે જો કોઈ તમને પૂછે કે તમારો ફેવરિટ હીરો કોણ છે? તમારો ફેવરિટ આઈકન કોણ છે? તો તમારે આ માટે બહું વિચારવાની જરૂર નથી. તેમજ આ માટે દૂરનું વિચારવાની કે કશે જવાની જરૂર પણ નથી. કારણ કે આ આદર્શ વ્યકિત તમને મહારાષ્ટ્રમાં જ તમને મળી જશે. તેઓએ વઘારામાં જણાવ્યું કે શિવાજી જૂના યુગના છે તેમજ જૂના જમાના આદર્શ છે. “વાત એ છે કે, હું નવા યુગની વાત કરી રહ્યો છું. તમને અહીં મળશે, ડૉ. આંબેડકરથી લઈને ડૉ. ગડકરી… તમને આ નીતિન ગડકરી અહીં જ મળશે. જેઓ નવા જમાનાના આદર્શ છે”
તે જ સમયે સંજય રાઉતે રાજ્યપાલ કોશ્યારીના નિવેદનને લઈને ભાજપ અને MNS પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભાજપ અને મનસેએ હવે રાજ્યપાલ વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ. રાઉતે કહ્યું મહારાષ્ટ્રના રાજ્યપાલને શું થયું છે? આજે તેણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું. વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપ અને MNS વિરોધ કરી રહ્યા છે. રાઉતે કહ્યું કે આ વિરોધ દરમિયાન ફેંકવામાં આવેલા જૂતા હવે એકઠા કરીને રાજભવન મોકલવા જોઈએ.