National

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ઘવ ઠાકરે: મારાં મોદી સાથે સારા સંબંધ, તેનો અર્થ એ નથી કે ગઠબંધન થશે

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને ત્યારબાદ હનુમાન ચાલીસાના વિવાદને લઈ ઉદ્ધવ સરકાર ઉપર સતત પ્રહારો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાનાં એક ઈન્ટરવ્યુમાં હાલમાં ચાલી રહેલા વિવાદો વિશે વાત કરી હતી. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદી સાથેનો એક કિસ્સો પણ શેર કર્યો હતો.

ઉદ્ઘવ ઠાકરેએ હાલમાં ચાલી રહેલા લાઉડસ્પીકર અંગે ચાલી રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે કેટલાક લોકો એવાં છે જે સમય સાથે ઝંડો બદલતા રહે છે. પહેલા આવા લોકો બિનમરાઠી લોકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. હવે તેઓ બિન-હિંદુઓ પર હુમલો કરી રહ્યાં છે.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે લાઉડસ્પીકર વિવાદ અંગે આદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે આ આદેશ માત્ર કોઈ એક ધર્મ માટે નથી. તમામ ધર્મો માટે સુપ્રીમ કોર્ટનો આદેશ સરખો જ લાગુ પડે છે. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મારું ધ્યાન લોકોના જીવ બચાવવા, રાજ્યની આવક વધારવા અને લોકોને રોજગાર આપવા પર છે. જેથી વિકાસ સારી રીતે કરી શકાય.

વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગોધરા રમખાણો પછીનો એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે ગોધરા રમખાણો અને ગુજરાત હિંસા પછી એક અભિયાન ચલાવવામાં આવ્યું જેનો ઉદ્દેશ મોદી હટાઓ હતો. આ દરમિયાન જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ બાળાસાહેબને પૂછ્યું કે શું મોદીને ગુજરાતમાંથી હટાવવા જોઈએ ત્યારે બાળાસાહેબે કહ્યું હતું કે ‘તેમને સ્પર્શ કરશો નહીં. જો મોદી જશે તો ગુજરાત પણ જશે. સીએમ ઉદ્ધવે કહ્યું કે મારા હજુ પણ મોદી સાથે સંબંધો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ગઠબંધન થશે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે CBI અને ED સરકાર સામે રાજકીય બદલો લઈ રહી છે. તેમનું કામ દેશના દુશ્મનો સામે લડવાનું છે. છેલ્લા સાત વર્ષમાં અમે ચીન સામે એક શબ્દ પણ બોલ્યાં નથી. તેઓએ અમારી જમીન પર કબજો જમાવ્યો છે. માત્ર પાકિસ્તાન પર હુમલો કરવામાં આવે છે અને લોકોને વિશ્વાસ અપાવામાં આવે છે કે બધું સારું છે.

Most Popular

To Top