National

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો મળવાની શકયતા, આ વાતથી મચ્યો છે હડકંપ

ગોવા: મહારાષ્ટ્ર (Maharastra) કટોકટી બાદ હવે ગોવામાં (Goa) કોંગ્રેસના (Congress) ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના (Party) નવ ધારાસભ્યો ભાજપમાં (BJP) જોડાઈ શકે છે. ગોવામાં કોંગ્રેસ (Congress) પાસે 11 ધારાસભ્યો છે. જો 9 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ પાસે માત્ર બે ધારાસભ્યો રહેશે. ગોવાના ડેસ્ક ઈન્ચાર્જ દિનેશ ગુન્ડુએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ એમ પણ કહ્યું હતું કે શનિવારે પણજીની એક હોટલમાં પાર્ટીના 11 ધારાસભ્યો સાથેની બેઠકનો અંદાજ સાથે કોઈ લેવાદેવા નથી. સોમવારથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા આ બેઠક યોજાઈ હતી.

ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જે પૈકી 9 ધારાસભ્યો ભાજપના ખોળામાં બેસી જાય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોર ધારાસભ્યમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી દિગમ્બર કામતનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ 2019માં કોંગ્રેસને ઝટકો આપીને કેટલાક ધારાસભ્યો ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડાઈ રહી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભાજપે કહ્યું કે, રાજ્ય કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરવાને લઈને વધારે ઈચ્છુક નથી. પણ 2024મા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા એવું માનવામા આવી રહ્યું છે કારણ કે અહીં ભાજપ 2019માં દક્ષિણ ગોવા સીટ કોંગ્રેસ સામે હારી ગઈ હતી. જો કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ કોંગ્રેસ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેવા માટે ઉત્સુક હતા, જેથી આ વાતને નક્કી કરી શકાય કે સીટ જીતમાં કોઈ અડચણો ન આવે. તો વળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેત તનાવડેએ જણાવ્યું હતું કે, મને કેન્દ્રીય નેતૃત્વ પાસેથી એ વાતને લઈને કોઈ સત્તાવાર નિર્દેશ મળ્યા નથી. 

11માંથી 8 ધારાસભ્યો નવા છે: અમિત પાટકર
ધારાસભ્યો તૂટવાની આશંકા અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત પાટકરે કહ્યું કે અમારા 11માંથી આઠ ધારાસભ્યો નવા છે. ફ્લોર મેનેજમેન્ટ પર આજે (ગૃહમાં) બેઠક યોજાઈ હતી. અમારા વરિષ્ઠ ધારાસભ્યોએ નવા ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને મને આશા છે કે સોમવારથી તમે જોશો કે કોંગ્રેસ આ સરકાર સામે જાહેર મુદ્દાઓ (ગૃહમાં) ઉઠાવી રહી છે, જે નિષ્ફળ ગઈ છે.

હું મારી જાતને કન્ફર્મ કરી શકું છું, બીજા કોઈને પૂછી શકતો નથી: એલેક્સો સિક્વેરા
કોંગ્રેસના ધારાસભ્ય એલેક્સો સિક્વેરાએ કહ્યું કે મને હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવ્યો નથી, માત્ર એક સૌજન્ય મીટિંગ માટે અહીં આવ્યો છું. ધારાસભ્યોના તૂટવાની અફવા પર તેમણે કહ્યું કે હું મારી જાતને કન્ફર્મ કરી શકું છું, બીજા કોઈને પૂછી શકતો નથી.

Most Popular

To Top