મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આખરે ગુરુવારે (Thursday) અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે શપથ લીઘા હતા. તેઓ ભાજપ (BJP) સાથે મળીને પોતાની સરકાર બનાવશે. ગરુવારે સાંજે સાડા સાત વાગ્યે તેઓએ એકલાએ જ શપથ લીઘા હતા. આ સાથે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતાં. ગુરુવારે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. અમને મહાવિકાસ આઘાડી સરકારમાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમે ઉદ્ધવ ઠાકરેને આ વિશે જણાવ્યું હતું. અમે અમારી બાજુ સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાજપ સાથે અમારું સ્વાભાવિક ગઠબંધન હતું. અમે બાળાસાહેબના વિચારોને આગળ વધાર્યા હતા, ત્યારે છેલ્લામાં હિન્દુત્વને લઈને સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. વઘારામાં શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે મોટી પાર્ટી હોવા છતાં ભાજપે મને મુખ્યમંત્રી બનાવી પોતાનું મોટું દિલ બતાવ્યું છે. કેન્દ્ર સરકાર જે રીતે મહારાષ્ટ્રને મદદ કરશે તે રીતે મહારાષ્ટ્રનો વિકાસ ઝડપી થશે. આ સરકાર લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું કામ કરશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસનો આભાર માન્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી પછી ભાજપ સૌથી મોટો પક્ષ હતો. ભાજપ-શિવસેનાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવી હતી. આ દરમિયાન શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારોને પણ રોકી રાખ્યા હતા. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના બે મંત્રી જેલમાં છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. બાળાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા, પરંતુ ઉદ્ધવ સરકારના એક મંત્રી દાઉદ સાથે જોડાયેલા છે. જેલમાં ગયા પછી પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આ બાળાસાહેબનું અપમાન છે.
ગઈકાલે ઉદ્ઘવ ઠાકરેએ ફોલર ટેસ્ટના સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ફેસબુક લાઈવ દ્વારા તેઓએ પોતાનું રાજીનામું આપી દીઘું હતું. કારણકે તેઓની સરકાર તો થોડા દિવસ પહેલેથી જ અલ્પમતમાં આવી ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની જાહેરાતની સાથે જ ભાજપના ધારાસભ્યો ખુશ થઈ ગયા હતા. તાજ હોટલમાં ચાલી રહેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ‘વંદે માતરમ’ના નારા લાગ્યા અને કેટલાક ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવીને મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હોવાથી જશ્ન મનાવ્યો હતો.