National

હવે ઉદ્ધવ ‘મશાલ ‘ લઈ ચૂંટણી મેદાનમાં ઉતરશે, કહ્યું- જંગની શરૂઆત થઇ ચુકી છે

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચૂંટણી પંચે (Election Commission) આપેલા ફેંસલા બાદ મહારાષ્ટ્રમાં જાણે રાજકીય યુદ્ધ શરુ થઈ ચૂક્યું હોઈ એવા ઘાટના નિર્માણ થઇ ચુક્યા છે. ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) તેમના પિતા સાથે રચવામાં આવેલી પાર્ટી શિવસેના (Shiv Sena) સાથે તેમનું પ્રતીક ‘ધનુષ અને બાણ’ પણ હવે તેમની પાસે નથી રહ્યા.બીજી તરફ ચૂંટણી પંચે પણ આપેલા આદેશમાં એકનાથ શિંદે (Eknath Shinde) જૂથને અસલ શિવસેનાના હોવાનું સ્વીકારી લેતા હવે ઉદ્ધવ ઠાકરેએ તીખા તેવર બતાવી દીધા છે. અને શનીવારે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આમારી પરીક્ષા અને અસલી લડાઈ ખરા અર્થમાં હવે શરુ થઇ ચુકી છે.

  • ચૂંટણી પંચે આપેલા નિર્ણય બાદ જાણે મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધ શરુ થયું
  • અને પ્રતિક્રિયા આપતા ઉદ્ધવે કહ્યું કે આમારી પરીક્ષા, અસલી લડાઈ હવે શરૂ થઇ છે
  • ઉદ્ધવે કહ્યું કે અમે મશાલના પ્રતીક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશું

પી.એમ.મોદી ઉપર તાક્યું નિશાન
શિવસેનાનું પ્રતીક ‘ધનુષ બાણ’ હવે ઉદ્ધવ ઠાકરે પાસે નહિ રહેતા તેમણે તીખા તેવર દર્શાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું કહેવા માંગુ છું કે તેમને બાળાસાહેબ ઠાકરેનો ચહેરો જોઈએ છે તેઓને ચૂંટણી ચિન્હ જોઈએ છે પરંતુ શિવસેનાના પરિવારને નહીં. પીએમ નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્ર આવવા માટે બાળાસાહેબ ઠાકરેના માસ્કની જરૂર છે. રાજ્યના લોકો જાણે છે કે કયો ચહેરો અસલી છે અને કયો ચહેરો નાકલી છે.

આજ રીતે ‘મશાલ’ પણ લઈ શકે છે : ઠાકરે
ઠાકરેએ કહ્યું, “ચોરોને પવિત્ર ‘ધનુષ્ય અને બાણ ‘ આપવામાં આવ્યા છે. એ જ રીતે તેઓ ‘મશાલ ‘ પણ છીનવી શકે છે એમાં કોઈ જ બે મત નથી રહ્યા. હું તેમને પડકાર આપું છું જો તે માણસો હોવ તો ચોરેલા ‘ધનુષ અને બાણ’ અમારી સામે લાવે. પરંતુ હવે અમે ‘મશાલ’ સાથે ચૂંટણી લડીશું. આ અમારી કસોટી છે, લડાઈ શરૂ હવે થઈ ગઈ છે.

‘ECનો નિર્ણય લોકશાહી માટે અત્યંત ખતરનાક
આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહી માટે ખતરનાક ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને ચૂંટણી પંચના નિર્ણયના થોડા કલાકો બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ ચૂંટણી પંચ પર કેન્દ્ર સરકારનું ગુલામ બની જવાનો આરોપ લગાવ્યો હતો.

પાર્ટી અને જનતા અમારી સાથે છેઃ ઉદ્ધવ ઠાકરે
ઠાકરેએ કહ્યું કે આવતીકાલે તેઓ આપણા ‘મશાલ’નું પ્રતીક પણ છીનવી શકે છે. તેણે પોતાના સમર્થકોને પણ હાર ન માનવા અને જીતવા માટે લડવાની અપીલ કરી. તેમણે કહ્યું કે પાર્ટી અને જનતા તેમની સાથે છે. તેણે કહ્યું કે ચોરોને થોડા દિવસ ખુશ રહેવા દો. ઠાકરેએ કહ્યું કે દેશમાં લોકશાહી ટકી રહે તે સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટ છેલ્લી આશા છે. તેમણે કહ્યું કે જો આ આશા ઠગારી નીવડી છે તો આપણે કાયમ માટે ચૂંટણી કરાવવાનું બંધ કરીને એક વ્યક્તિનું શાસન સ્થાપિત કરવું જોઈએ.

Most Popular

To Top