ડ્રગ કેસમાં મોટો કાનૂની સંઘર્ષ, ફી મુદ્દે ઉઠ્યો વિવાદ
અમેરિકાની New York કોર્ટમાં હટાવવામાં આવેલા વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Nicolás Maduro ગુરુવારે (26 માર્ચ) ફરી હાજર થવાના છે. ડ્રગ ટ્રાફિકિંગના ગંભીર આરોપો વચ્ચે આ સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં મદુરોના વકીલો કેસ રદ કરવાની માંગ કરી શકે છે. મેનહેટન ફેડરલ કોર્ટમાં થનારી આ સુનાવણી એવા સમયે આવી રહી છે જ્યારે United States અને Venezuela વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કાનૂની લડાઈમાં સૌથી મોટો મુદ્દો મદુરોની કાનૂની ફી કોણ ચૂકવશે તે છે.
મદુરોના વકીલ Barry Pollackએ કોર્ટમાં રજૂઆત કરી છે કે વેનેઝુએલાની સરકાર મદુરોની કાનૂની ફી ભરવા તૈયાર છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોને કારણે આ માટે લાયસન્સ મળતું નથી. દલીલ કરી કે આ સ્થિતિ મદુરોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને કેસને પ્રક્રિયાત્મક કારણોસર રદ કરવો જોઈએ. યાદ રહે કે મદુરોને 3 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકન ઓપરેશન દરમિયાન પકડીને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ બ્રુકલિનની મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે, જ્યાં તેઓ એકલા સેલમાં રહે છે , મર્યાદિત સમય માટે જ પરિવાર અને વકીલો સાથે ફોન પર વાત કરી શકે છે.
63 વર્ષીય મદુરોએ ડ્રગ ટ્રાફિકિંગ સહિતના આરોપોને નકારી દીધા છે અને પોતાને “યુદ્ધનો કેદી” ગણાવ્યો છે. અમેરિકન પ્રોસિક્યુટરોનો આરોપ છે કે મદુરોએ ગુરીલ્લા ગ્રુપ અને ડ્રગ કાર્ટેલ્સ સાથે મળીને અમેરિકામાં કોખેન સપ્લાય કરવાની સાજિશ કરી હતી. બીજી તરફ, પ્રોસિક્યુટર્સે કોર્ટમાં કહ્યું છે કે ભલે કોઈ હક્કોનો ભંગ થયો હોય, તો પણ કેસ રદ કરવો યોગ્ય ઉપાય નથી. આથી કાનૂની લડાઈ વધુ તીવ્ર બની રહી છે.
હાલમાં વેનેઝુએલાનું નેતૃત્વ Delcy Rodríguez સંભાળી રહી છે અને અમેરિકા સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરી રહી છે. આ સમગ્ર મામલો હવે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય રીતે પણ ખુબ જ સંવેદનશીલ બની ગયો છે.