National

MPમાં સમૂહ લગ્ન પહેલા યુવતીઓના વર્જિનિટી અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા મામલે વિવાદ

નવી દિલ્હી: (new Delhi) મધ્યપ્રદેશના ડિંડૌરી જિલ્લામાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં (Marriage) પોતાનું નામ દાખલ કરાવતી યુવતીઓનું વર્જિનિટી અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાની વાત સામે આવી છે. સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઓમકાર મરકામે મેડિકલ ટેસ્ટના નામે વર્જિનિટી અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો અને પ્રદેશ સરકાર (Government) પર નિશાનો સાધ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી ઓમકાર મરકામનું કહેવું છે કે સરકારે મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં આવા ટેસ્ટ કરાવવા માટેના જો કોઈ નિયમ બનાવ્યા છે તો તેમને સાર્વજનિક (જાહેર) કરવામાં આવે. સાથે જ તેમને આવા ટેસ્ટ કરાવવા તે જિલ્લાની યુવતીઓનું અપમાન સમાન ગણાવ્યું છે.

વાસ્તવમાં ડિંડૌરી જિલ્લાના ગાડાસરઈ વિસ્તારમાં શનિવારે જિલ્લા પ્રશાસને મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ 219 દંપતિઓના લગ્ન કરાવ્યા હતા. પણ આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં લગ્ન માટે આવેલી કેટલીક છોકરીઓ-યુવતીઓના નામ લિસ્ટમાં ન હતા. ત્યાર બાદ સામે આવ્યું કે પ્રેગ્નન્સી ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવવાના કારણે તેમણે લગ્ન કાર્યક્રમમાં શામેલ કરવામાં આવી ન હતી.

લગ્ન માટે આવ્યા હતા પણ લિસ્ટમાં નામ ન હતું
બચ્છરગામની રહેવાસી એક યુવતીનું કહેવું છે કે, તેને મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં લગ્ન કરવા માટે ફોર્મ ભર્યો હતો, ત્યાર બાદ બજાગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તેનું નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

બચ્છરગામની રહેવાસી અન્ય એક યુવતીનું કહેવું છે કે, તેને મેડિકલ ટેસ્ટ વિશે કંઈ પણ જણાવવામાં આવ્યું ન હતું. પછી તેનું નામ લગ્નના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. યુવતીનું કહેવું છે કે, તે પૂરી તૈયારીની સાથે લગ્ન કરવા માટે કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગઈ હતી, પણ તેના લગ્ન થઈ શક્યા ન હતા . ગ્રામ પંચાયતના સરપંચ મેદની મરાવીએ કહ્યું કે, તેમના ગામમાંથી 6 ફોર્મ મોકલવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં લગ્ન માટે યુવતીઓનું પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો યોગ્ય નથી.

બીજેપી જિલ્લાધ્યક્ષે કહ્યું, ઓમકાર મરકામ રાજનીતિ કરી રહ્યા છે
ડિંડૌરીથી બીજેપીના જિલ્લાધ્યક્ષ અવધરાજ બિલૈયાએ ઓમકાર મરકામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, પહેલા સામે આવી ચૂક્યું છે કે, લગ્નમાં ભાગ લેનાર કેટલીક યુવતીઓ પ્રેગ્નન્ટ હતી. એટલે જ ટેસ્ટ કરાવવો યોગ્ય છે. આ સંદર્ભે CMHO ડિંડૌરી ડોક્ટર રમેશ મરાવીએ કહ્યું કે, અમને જે આદેશ મળ્યા છે, અમે માત્ર તેમનું પાલન ર્ક્યું છે.

Most Popular

To Top