National

ધોનીની નિવૃત્તિ અંગે CSK પ્લેયરનો મોટો ખુલાસો: આપ્યું આઘાતજનક નિવેદન

ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ (RETIREMENT) લઇને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13 મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે ધોનીએ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે. 

ધોનીની આ ઘોષણા બાદ ચોક્કસથી તેમના ફેન્સ તો દુઃખી થયા હતા, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેમ્પમાં કેવું વાતાવરણ હતું, તેનો ખુલાસો ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે (RITURAJ GAYAKWAD) કર્યો છે. ઋતુરાજ ગાયકવાડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ધોનીએ કોઈને પણ તેના નિર્ણય વિશે જાણ થવા દીધી ન હતી. તેણે કહ્યું, ‘અમે તે દિવસે દુબઈ જવા રવાના થવાના હતા. આ પહેલા, ચેન્નઇમાં 10 થી 15 ખેલાડીઓ ધોની સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ કોઈને આના વિષે કોઈ વાતની ખબર પણ ન પડી. 15 ઓગસ્ટનો તે દિવસ બાકીના દિવસો જેટલો જ સામાન્ય લાગતો હતો. 

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે મને તે સમજવામાં બે-ત્રણ દિવસનો સમય લાગ્યો કે હવે અમે ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોઈ શકશું નહીં. મને બીજા સીએસકે ખેલાડીઓની જેમ જ સોશિયલ મીડિયાથી ધોનીની નિવૃત્તિ વિશે ખબર પડી. ઋતુરાજ ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું કે, ટીમ પ્રેક્ટિસ સાંજે 6.30 વાગ્યે સમાપ્ત થઈ હતી અને માહી ભાઈ સિવાય બધા જ સાંજના સાત વાગ્યે જમવા બેઠા હતા. ત્યારે કોઈએ મને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 

એમએસ ધોનીએ વર્ષ 2004 માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તેણે 350 વનડે અને 98 ટી -20 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે ધોનીએ ટેસ્ટ મેચોમાં 6 સદી ફટકારી હતી, ધોનીએ વનડેમાં તેના નામે 10 સદી ફટકારી હતી. માહી ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ વિકેટકીપર પણ છે. તેની પાસે ટેસ્ટમાં 294, વનડેમાં 444 અને ટી -20 માં 91 વિકેટ પોતાને નામ કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી સિધ્ધિઓ હાંસલ કરી હતી. તેમની 15 વર્ષની કારકિર્દી સૌથી તેજસ્વી રહી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આઈસીસી વર્લ્ડ કપ અને આઈસીસી ટી -20 વર્લ્ડ કપ કબજે કર્યો હતો. એટલું જ નહીં, સીએસકે તેમના નેતૃત્વમાં ત્રણ વખત આઈપીએલનું ચેમ્પિયન બન્યુ છે. 

Most Popular

To Top