SURAT

સુરતમાં ડિવાઈડર પર ઉભેલા શિક્ષક પર ફરી વળી લક્ઝરી બસ, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં લક્ઝરી બસ (LUXURY BUS) ડિવાઈડર પર ઉભેલા શિક્ષક પર ફરી વળી હતી. જેમાં શિક્ષક (TEACHER)નું ઘટનાસ્થળે જ મોત (DEAD) નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઇ ગયો હતો.

સુરત શહેરના પુણા-ગોડાદરા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસને અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ (GJ-05-Z-1402) અહીંથી પસાર થઈ રહી હતી. દરમિયાન બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. જે પૈકી એક શિક્ષકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી બસ મૂકીને ડ્રાઈવર (DRIVER RUN AWAY)ભાગી ગયો હતો.

ડ્રાઈવરનું નામ અરવિંદ ગુલાબ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. બસે પ્રથમ એક ટેમ્પોને બાનમાં લીધો હતો. જેમાં ટેમ્પોમાં સ્વર રસીદા શેખ 65, અને તેનો દીકરો ઈસ્માઈલ શેખ પણ ગંભીર ઘવાયા હતા. બસ એવી રીતે શિક્ષકને અડફેટે લીધો કે તેને કચડી માર્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ફાયર વિભાગે ટાયર નીચે ફસાયેલા બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત (ACCIDENT)ને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ ગયા હતા, બસ અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. અને પોલીસે ટોળા વિખેરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક શિક્ષકનો ફાઈલ ફોટો

મૃતકની ઓળખની દિશામાં તપાસ કરતા મૃતક મૂળ સોમનાથના અને હાલ શિવપાર્ક સોસાયટી ગોદાદરા ગીતાંજલી સ્કૂલ સામે રહેતા ભરતભાઇ રામજીભાઇ હતા, જે વ્યારામાં સરકારી શાળામાં ભણાવે છે, અને રોજ અપડાઉન કરે છે, ત્યારે એક શિક્ષક મિત્ર સાથે ઉભા રહી બસની રાહ જોઈ રહ્યા હતા દરમિયાન તેમની બસ આવવા પહેલા જ આ કાળમુખી બસ તેમના પર ફરી વળી હતી, અને તેમની પાસે ભણતરની આશા સાથે રાહ જોતા વિદ્યાર્થી પણ હવે તેમના શિક્ષણથી વંચીત રહી જશે. સાથે જ શિક્ષકના બે બાળકો પણ હવે પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે. હાલ તો ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top