નવી દિલ્હી: ચંદ્ર ગ્રહણનો (Lunar Eclipse) વેધ 8 તારીખે સવારે 05.39 વાગે શરૂ થશે. ગ્રહણનો સ્પર્શ ભુમંડલ પર 8 નવેમ્બરના (8 November) બપોરે 02.39 અને મોક્ષ સાંજે 06.19 મિનિટ સુધી રહેશે. આપણે ત્યાં ગ્રહણનો મોક્ષ જ જોવા મળશે.ચંદ્રોદય અમદાવાદમાં (Ahmedabad) સાંજે 5:57, વડોદરામાં સાંજે 5:57, મુંબઈમાં સાંજે 6:01, દિલ્હીમાં સાંજે 5:27 જોવા મળશે. ગ્રહણ દરમ્યાન ઈશ્વરનું તમારી જેનામાં શ્રધ્ધા છે એ ઇષ્ટ દેવના જાપ કરવા લાભકારી છે, વેધ કાળથી બપોરે 1.30 દરમ્યાન બાળકો, વૃધ્ધો, દર્દીઓ અશક્તો ભોજન કરી શકે છે. ગ્રહણમાં કરેલા જપ અનુષ્ઠાનનું અગણિત ફળ પ્રાપ્ત થાય છે. પંદર દિવસમાં બે (Fifteen days) ગ્રહણો દેશ દુનિયા માટે અશુભ સૂચક સાબિત થાય છે. 25 ઓક્ટોબરના થયેલા સુર્ય (Solar Eclipse) ગ્રહણ અને આગામી 8 નવેમ્બરના થનારું ચંદ્ર ગ્રહણ બંને ગ્રહણ મંગળવારે દુનિયા પર મહાભારત જેવા યોગોના સંકેત આપે છે.
મેષ રાશિમાં થનારું આ ચંદ્રગ્રહણ વિશ્વ માટે ભય
મેષ રાશિમાં થનારું આ ચંદ્રગ્રહણ વિશ્વ માટે ભય, કુદરતી આફતો, માનવ સર્જિત આફતો, ઉગ્રતા દુનિયાના અનેક દેશો દુશ્મન દેશો પર લાલ આંખ કરે ક્યાં તો આક્રમણ કરે તો નવાઈ નહીં. ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં છે. સૂર્ય પણ તુલા રાશિમાં છે. ચંદ્ર રાહુની યુતિ મંગળવારના સૂર્ય ગ્રહણમાં સર્જાય તો તે સેનાપતિ, રાજા અને મંત્રી માટે અશુભકારક હોય છે. રાજા એટલે કોઈપણ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાન હોય શકે છે. ટૂંકમાં કોઈ પણ પ્રધાન કે નગરના કે રાજ્યના મુખિયા માટે અશુભ સૂચક છે.
કોઈ પણ દેશના સેનાપતિ કે મંત્રી માટે પણ અશુભ સુચક છે. રાજકિય ક્ષેત્રે જોવા જઈએ તો મોટા નેતાઓ બદનામ થાય, ફસવાના યોગ અથવા નેતાઓના કાંડ જાગૃત થાય તેવા યોગ સર્જાય રહ્યા છે. રાજકિય ચૂંટણીમાં જોવા જઈએ તો પણ વર્તમાન શાસક પક્ષોને નુકશાન થવાના પ્રબળ યોગ બને છે. આર્થિક ક્ષેત્રે પણ ખૂબ મોટા પાયે ઉતાર ચઢાવ જોવા મળે. આર્થિક કટોકટી પણ ઘણા દેશો જાહેર કરે તેવા યોગ છે. શેરમાર્કેટમાં પણ ખૂબ મોટા પાયે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.
બાર રાશિના જાતકો પર તેનો વિશેષ પ્રભાવ જોવા મળે
કુંભ, મિથુન, વૃશ્ચિક અને કર્ક રાશિને શુભ ફળ પ્રાપ્ત થાય, સિંહ, તુલા, ધન, મીન રાશિને મધ્યમ ફળ જોવા મળે, મેષ, કન્યા, વૃષભ, મકર રાશિના જાતકોને અશુભ ફળ પ્રાપ્ત થાય, અશુભ ફળથી રાહત પ્રાપ્ત કરવા ભગવાન વિષ્ણુનું પૂજન હનુમાનજીની ભક્તિ લાભકારી રહેશે.