નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની ફેન્ચાઈઝ ટીમ લખનૌ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) ટીમને મોટું નુકશાન થયું છે. આ ટીમનો કેપ્ટન કેએલ રાહુલ (K L Rahul) અને ફાસ્ટ બોલર જયદેવ ઉનાડકટ બંને IPL 2023થી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓને ઈજા થઈ છે. કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો તો જયદેવ ઉનડકટ બોલિંગ પ્રેક્ટિસ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. કેએલ રાહુલને ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તે ટૂર્નામેન્ટની આગળની મેચ રમી શકશે નહીં.
લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન લોકેશ રાહુલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધની ગત મેચમાં જમણી જાંઘમાં ઈજા થઈ હતી. તેમજ ઉનાડકટને રવિવારે નેટ પર બોલિંગ કરતા સમયે પગ લપસીને પડવાના કારણે ખભા પર ઈજા થઈ હતી. જેના કારણે સમજી શકીએ છીએ કે, BCCIની મેડિકલ ટીમ માટે રાહુલને લંડનમાં 7 થી 11 જૂન દરમિયાન આયોજિત વિશ્વ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final 2023) માટે તૈયાર કરવું મુશ્કેલ રહેશે. રાહુલને જમણી જાંઘમાં આ ઈજા બાઉન્ડ્રી પાસે બોલને રોકવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે થઈ હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ‘કેએલ રાહુલ આ સમયે લખનૌમાં ટીમની સાથે છે. તે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સના વિરૂદ્ધની મેચ જોયા પછી ગુરુવારે મુંબઈ આવશે. તેનું સ્કેન (તપાસ) મુંબઈમાં BCCI હેઠળની મેડિકલ સુવિધામાં કરવામાં આવશે. આ મામલાની સાથે જ જયદેવના મામલાનો પણ તપાસ કરવામાં આવશે.’ સાથે જ સૂત્રોએ આ પણ સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી કોઈ પણ સ્કેન કરવામાં નથી આવ્યો.
તેમણે કહ્યુ કે ‘જ્યારે કોઈને આવી રીતે ઈજા થાય છે તો ઈજાગ્રસ્ત જગ્યા અને આસપાસની જગ્યા પર ખૂબ જ વધારે દુ:ખાવો અને સોજાવો હોય છે. સોજાવો ઓછો થવામાં અંદાજે 24 થી 48 કલાકનો સમય લાગે છે અને ત્યાર બાદ સ્કેન કરી શકાય છે.’ કેએલ રાહુલે આ IPL સીઝનમાં 9 મેચમાં 274 રન બનાવ્યા છે. જેમાં 2 અર્ધ સદી શામેલ છે.
કેએલ રાહુલની જગ્યાએ કૃણાલ કરશે કેપ્ટનશીપ!
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધની મેચમાં લખનૌ સુપર જાયન્ટસની કેપ્ટનશીપ કેએલ રાહુલની જગ્યા પર કૃણાલ પંડ્યા કરી શકે છે. કૃણાલે આના પહેલા પણ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે ટીમની કમાન સંભાળી હતી.