લકનૌ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાકોરીના હાતા હઝરત સાહેબ વિસ્તારમાં મંગળવારે રાત્રે બે માળના મકાનમાં આગ (Fire) લાગી હતી. આગ લાગતાની સાથે જ સિલિન્ડરમાં વિસ્ફોટ (Cylinder Blast) થયો હતો. અકસ્માતમાં દંપતી સહિત પાંચ લોકોના મોત (Death) થયા હતા. આ મૃતકોમાં માસૂમ બાળકો પણ સામેલ છે.
લખનૌ એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ મુશીર અલી જરદોઝીના ઘરે થયો હતો. મુશીરના ઘરમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. અચાનક ઘરમાં આગ લાગી અને મોટા અવાજ સાથે સિલિન્ડર ફાટ્યું. જેના કારણે એક જ પરિવારના 9 સભ્યો પ્રભાવિત થયા હતા. ઘટના બાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. તેમજ ચારની હાલત નાજુક છે. તેમજ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સિલિન્ડર ફાટ્યા બાદ મુશીર અને તેના પરિવારના 9 સભ્યો આગની લપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ જોયું તો મુશીરના ઘરમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. આ જોતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાની જાણ થયા બાદ સ્થળ પર હાજર પોલીસ મુશીર અને તેના પરિવારના 9 સભ્યોને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મુશીર અલી અને તેની પત્ની હુસ્ના બાનો, ભત્રીજી હુમા, હિબા અને ભત્રીજી રૈયા મૃત્યુ પામ્યા છે. તેમજ મુશીરની બે પુત્રીઓ, એક ભત્રીજી અને પુત્ર અજમત ઘાયલ થયા હતા.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રૂમની દિવાલ પણ ઉડી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ મામલો શોર્ટ સર્કિટનો હોવાનું કહેવાય છે, જેના કારણે ઘરમાં રાખેલા બે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડની કુલ ત્રણ ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
લખનૌ પોલીસ કમિસ્નરે જણાવ્યું હતું કે કાકોરી શહેરમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટને કારણે કુલ 9 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં 1 મહિલા, 1 પુરુષ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ તમામ એક જ પરિવારના હતા. અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.