ગાંધીનગર: (Gandhinagar) સરકારે પોલીસની ભરતી (Police recruitment) જાહેર કરતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો એલઆરડી (LRD) ની શારીરિક પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. જે અંગે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થવાની હતી. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાવાની હતી. પરંતુ મંગળવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ (Rain) તેમજ આવનારા દિવસોમાં વાવાઝોડાંની આગાહીને પગલે સુરત અને ભરૂચ જિલ્લામાં એલઆરડીની શારીરિક પરીક્ષા મોકૂફ (Postponed) કરી દેવામાં આવી છે. ત્યારે આજે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ખેડા, નડિયાદ, અમરેલી અને સુરેન્દ્રનગર એમ વધુ 4 મેદાન પર 3 અને 4 ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા રદ કરી છે. હવે આવતીકાલે 3 અને 4 ડિસેમ્બરે 15માંથી 9 ગ્રાઉન્ડ પર જ પરીક્ષા લેવાશે. મોકૂફ થયેલ પરીક્ષાઓ પાછી ક્યારે લેવાશે તે અંગેની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે.
હસમુખ પટેલ કે જે એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન છે તોઓએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર ભરૂચ તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત ખાતે પોલીસ સબ ઇન્સપેક્ટર, લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. હવે ડા, નડિયાદ, અમરેલી અને સુરેન્દ્રનગર એમ વધુ 4 મેદાન પર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
જણાવી દઈએ કે રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. આ અરજીમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
PSIની વાત કરીએ તો 1382 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર માટે 202 સીટ છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 સીટ છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 સીટ, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) માટે 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) માટે 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) માટે 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 324 સીટ છે.