ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ગડખોલ પાટિયા ખાતે એક જ સોસાયટીમાં એક યુગલે પ્રેમલગ્ન (Love Marriage) કરી લીધાં હતાં. માત્ર અગિયાર મહિનામાં જ પત્ની સામે ખોટો વહેમ રાખી પતિ સહિત ૬ સાસરિયાએ દહેજ (Dowry) માંગવાનો કિસ્સો બન્યો હતો.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બી-૪૩ આનંદવિહાર સોસાયટીમાં ૨૪ દીપિકાબેન તિવારીના તેમની સોસાયટીમાં ત્રીજા ઘરે વિવેક તિવારી સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હોવાથી તા.૨૪ જાન્યુ-૨૦૨૨ના રોજ કોર્ટ મેરેજ કરીને વડોદરા ગોરવામાં ભાડે રહેતાં હતાં. એ વેળા પત્નીને મૂકીને પતિ માતા-પિતાના ઘરે જતો રહ્યો હતો. જે મુદ્દે અંકલેશ્વર કોર્ટમાં હિંદુ મેરેજ પીટીશન પણ દાખલ તો થઇ હતી, જેમાં પતિ વિવેક પરિવારના દબાણવશ કોર્ટમાં પત્નીને સારી રીતે રાખવાની બાંયધરી આપી હતી. લગ્નના આઠ મહિના બાદ દીપિકાને તેડીને ભડકોદરામાં ભાડે મકાનમાં શાંતિથી રહે એ માટે દીપિકાના પિતા દર મહીને રૂ.૧૫ હજારની મદદ કરતા હતા. તેણીની નણંદે દીકરીના જન્મદિને પણે દીપિકાને આવવાનો સાફ ઇન્કાર કરતાં આખરે પતિ વિવેક પ્રોગ્રામમાં ગયો હતો. નણંદ પ્રિયંકા અને સાસુ જયંતીદેવી દહેજની માંગણી કરતી હતી. ન આપે તો બિહારમાં બીજાં લગ્ન કરાવી દઈશું. કોઇપણ નોકરી ધંધો ન કરનાર પતિને ચઢામણી લઈને મારઝૂડ કરતો હતો.
દીપિકાના પિતાએ ઇનફિલ્ડ બુલેટ પતિ વિવેકને વાપરવા આપવા છતાં સસરા અવધેશ તિવારી એમ કહેતા કે ત્રણ લાખના બુલેટની જગ્યાએ બે પલક ઉમેરીને કાર વાપરવા આપવાની દહેજની ડીમાંડ હતી. તા-૨૭-૧૧-૨૦૨૨ના રોજ તેનો પતિ અને મિત્રએ ચાલુ બાઈકે મારઝૂડ કરી બાઈક ચઢાવી દેવાની ધમકી આપી હતી. તેણીને નીચે પટકાતાં ઈજા થઇ હતી. દીપિકા તિવારીએ મહિલા પોલીસમાં ફરિયાદ આપતાં પતિ-વિવેક તિવારી, જેઠ અભિષેક તિવારી, જેઠાણી અનુદેવી તિવારી, સસરા અવધેશ તિવારી, સાસુ જયંતીદેવી તિવારી (રહે., બી-૪૬, આનંદવિહાર સોસાયટી, ગડખોલ પાટિયા, અંકલેશ્વર), નણંદ પ્રિયંકા તિવારી (રહે., ક્રિષ્ના પાર્ક સોસાયટી, સુભાનપુરા, વડોદરા) વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.