SURAT

પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

સુરતના જાણીતા બિલ્ડર અને જોલી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાની ઓળખીતી મહિલા પૂનમ ભદોરિયા દ્વારા બ્લેકમેલ થવાના દબાણમાં હતા. પુત્રીના લગ્નના માત્ર ચાર દિવસ પહેલાં તુષાર ઘેલાણીએ ઘરે લાયસન્સ ધરાવતી રિવોલ્વરથી પોતાને ગોળી મારી લીધી હતી. 31 જાન્યુઆરીએ બનેલી આ ઘટનાના બાદ તેઓ સારવાર હેઠળ રહ્યા, પરંતુ 4 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. પોલીસ મુજબ, પૂનમ ભદોરિયા 2010માં જોલી ગ્રુપમાં કર્મચારી તરીકે જોડાઈ હતી અને એક-બે વર્ષ સુધી કામ કર્યું હતું. 2014માં બંને ફરી સંપર્કમાં આવ્યા. શરૂઆતમાં બોસ-કર્મચારી જેવો સંબંધ હતો, પરંતુ સમય જતા બંને વચ્ચે નજીકતા વધતી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર સંબંધ સંમતિથી હતો, પરંતુ આગળ ચાલીને આ સંબંધમાં નાણાકીય લેવડદેવડ અને દબાણનો સિલસિલો શરૂ થયો હતો, જે આ સુસાઇડનું મુખ્ય કારણ ગણાય છે.

પોલીસ તપાસ મુજબ, પૂનમ ભદોરિયા જોલી ગ્રુપ સાથે ફરી જોડાયા બાદ ‘બચપન’ બ્રાન્ડ હેઠળ એક શાળા શરૂ કરવામાં આવી હતી, જેમાં 50 ટ‘બચપન’ બ્રાન્ડ હેઠળ એક શાળા શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2017-18 દરમિયાન ‘બ્લુ પેપિલોન’ નામની પ્રી-પ્રાઈમરી શાળાની શરૂઆત થઈ. સત્તાવાર દસ્તાવેજોમાં પૂનમ ભદોરિયાને 50 ટકા હિસ્સેદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જોકે પોલીસ મુજબ તેમણે કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કર્યું ન હતું. છેલ્લા છથી સાત વર્ષમાં આશરે 1.37 કરોડ રૂપિયા નફા રૂપે ભદોરિયાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે કંપનીમાં તેમની મૂડીરોકાણની કોઈ નોંધ નથી. આર્થિક લાભ માત્ર એટલાથી સીમિત રહ્યો નહોતો. ઓગસ્ટ 2025માં ઘોડદોડ રોડ પર આવેલા જોલી આર્કેડમાં L15 અને L16 નંબરની બે વ્યાવસાયિક દુકાનો તેમના નામે ટ્રાન્સફર કરાઈ હતી. તેમાં એક દુકાનની કિંમત અંદાજે 90 લાખ રૂપિયા અને બીજીની કિંમત લગભગ 16 લાખ રૂપિયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે મળીને આશરે 1.06 કરોડ રૂપિયા થાય છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ આ સોદાની કોઈ રકમ તુષારભાઈના ખાતામાં જમા થઈ નહોતી. ઓફિસ સ્ટાફના નિવેદન મુજબ, આ દસ્તાવેજો દબાણ હેઠળ તૈયાર કરાયા હતા અને તે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા નહોતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ તમામ વ્યવહારો સતત આર્થિક દબાણ અને પ્રભાવના સંકેતો તરફ ઇશારો કરે છે, જેને ધ્યાનમાં રાખીને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

2025 દરમિયાન તેમને બે દુકાનો આપવામાં આવી હોવાની પણ નોંધ છે.પૂનમ ભદોરિયાની ઘરપકડ બાદ તપાસમાં જાણવા મળ્યું છે કે તુષાર ઘેલાણીએ પૂનમ સાથે અનેક નાણાકીય વ્યવહારો કર્યા હતા. ઘટના પહેલાં તેમણે પોતાની પુત્રી તન્વીને જણાવ્યું હતું કે પૂનમ તેમને બ્લેકમેલ કરી રહી છે અને તેના પિતાએ તેણીને કહ્યું હતું કે તેઓ ફસાઈ ગયા છે, તેમને ભય હતો કે પુત્રીના લગ્ન પ્રસંગે કોઈ વિવાદ ઉભો થઈ શકે છે. આ કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. સુરત શહેરની ઉમરા પોલીસે પુત્રીની ફરિયાદના આધારે પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ આત્મહત્યાને પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો છે. તપાસમાં બંને વચ્ચેનો સંબંધ ગુપ્ત રાખવામાં આવ્યો હતો અને પરિવાર આ બાબતે અજાણ હતો. પોલીસ તમામ નાણાકીય વ્યવહારો અને પરિસ્થિતિઓની વિગતવાર તપાસ કરી રહી છે. આ કેસે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. પ્રેમ સંબંધ, આર્થિક વ્યવહારો અને માનસિક દબાણના ત્રિકોણે એક પરિવાર પર દુઃખના પહાડ તૂટી પડ્યા છે.

Most Popular

To Top