સુરત : કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ દરમિયાન મહિલા (woman)એ બીજા યુવક (lover)ની સાથે મોબાઇલમાં ચેટિંગ (chatting) નહીં કરવાની બાંહેધરી આપીને પતિ (husband) સાથે રહેવા ગઇ હતી. આ બાંહેધરી બાદ મહિલા જ્યારે પણ તેની માતાના ઘરે (mothers home) જતી હતી ત્યારે માતાના મોબાઇલથી જ પોતાના પ્રેમી મિત્રની સાથે વાત કરતી હતી. આ વાતની જાણ પતિને થતા પતિએ મહિલાને છૂટાછેડા (divorce) આપી દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, સૈયદપુરામાં રહેતાં સીરાજના લગ્ન તા.02/02/2020 ના રોજ નજીકમાં રહેતી રૂકસાના (બંનેના નામ બદલ્યા છે) સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતાં. શરૂઆતમાં સારી રીતે રહ્યા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો, અને પત્ની રૂકસાના પિયર જતી રહી હતી. જ્યાંથી તેણીએ ભરણપોષણ તથા દહેજ સંબંધીના કેસો કર્યા હતાં. જેમાં પતિ સહિત સાસરિયાના ઍડવોકેટ અશ્વિન જાગડિયાએ જામીન કરાવ્યા હતાં. ત્યારબાદ બંને પરિવારના સભ્યોએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જેમાં પતિએ તેની પત્ની રૂકસાના જો મોબાઇલ નહીં વાપરે તો જ સાથે રાખવા કહ્યું હતું.
આ વાતને સ્વીકારીને રૂકસાના સીરાજની સાથે રહેવા ગઇ હતી. બીજી તરફ રૂકસાના જ્યારે પણ તેની માતાને ઘરે જતી હતી ત્યારે મોડી રાત્રી સુધી અન્ય યુવક સાથે ચેટિંગ કરતી હતી. બે-ત્રણ દિવસ રૂકસાનાની માતા વ્હોટ્સએપમાં ઓનલાઇન નજરે પડતા સીરાજને શક ગયો હતો. સીરાજે તેની સાસુનો મોબાઇલ હેક કરી તપાસ કરતા રૂકસાના જ ચેટિંગ કરતી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સીરાજે ફરી બંને પરિવારને ભેગા કરીને ફજેતો કર્યો હતો અને રૂકસાનાથી છૂટાછેડા લઇ લીધા હતા.
પત્નીનો મોબાઈલ હેક કરતાં તે સ્થાનિક યુવાન સાથે વાતો કરતાં પકડાઈ ગઈ હતી
આ અંગે માહિતી આપતા વકીલ અશ્વિન જોગડીયાએ જણાવ્યું હતું કે, આજના જમાનામાં વ્હોટ્સએપ હેક કરાવવાનું સામાન્ય થઇ ગયુ છે. ઘણા બધા વ્યક્તિએ પોતાની પત્ની, પ્રેમિકા તેમજ અંગત વ્યક્તિઓની માહિતી મેળવવા માટે વ્હોટ્સએપ હેક કરાવતા હોય છે. મારા કેસમાં પણ આવું જ થયું છે. મારી પાસે આવેલા સીરાજે તેની પત્ની રૂકસાનાનું વ્હોટ્સએપ એકાઉન્ટ હેક કરાવ્યું હતું. આ એક સોફ્ટવેર છે, એક એપ્લિકેશન મારફતે કોઇનો પણ મોબાઇલ નંબર નાંખો એટલે તે વ્હોટ્સએપમાં આવતા તમામ મેસેજો હેક કરનાર વ્યક્તિને મળી જાય છે. સીરાજે તપાસ કરાવી ત્યારે તેની પત્ની સૈયદપુરામાં જ રહેતા કોઇ યુવક સાથે વાતો કરતી હતી, અને તેની ચોરી પકડાઇ ગઇ હતી.