Gujarat

33 વર્ષ પહેલા પિતા ગુમાવ્યા અને હવે માતા: પી.એમ મોદીનાં જીવનમાં આવ્યું મોટું દુઃખ પણ…

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi) માતા (Mother) હીરાબા (Hiraba) ના નિધન (Death)થી ખૂબ જ દુઃખી છે. પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાની ખૂબ નજીક હતા. સામાન્ય રીતે પીએમ મોદી કોઈપણ મોટા પ્રસંગ પહેલા તેઓ તેમની માતા હીરા બાને ખાસ મળતા જ હતા. જો કે હવે હીરાબા તેનીઓ વચ્ચે નથી રહ્યા જેના કારણે પી.એમ મોદી ખુબ જ ઘેરા શોકમાં છે. પરંતુ આજથી 33 વર્ષ પહેલા પણ પી.એમ મોદી આવા જ દુઃખમાંથી પસાર થઇ ચુક્યા છે. કારણે તેઓએ 33 વર્ષ પહેલા પિતા ગુમાવ્યા હતા અને હવે પોતાનાં માતાને ગુમાવ્યા. શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું હતું.

33 વર્ષ પહેલા ગુમાવી પિતાની છત્રછાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ 1989માં પિતા દામોદરદાસ મૂળચંદ મોદીનું નિધન થયું હતું. પિતાના નિધનના પગલે પરિવાર ખૂબ જ શોકમાં ગરકાવ હતો. બાળપણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે હું મારા પિતાને રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરતો હતો.

વડનગર રેલવે સ્ટેશન પર હતી પિતાની ચાની દુકાન
પીએમ નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીએ ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર ચાની સ્ટોલ હતી. તેણે કહ્યું હતું કે બાળપણમાં ભણ્યા પછી બાકીના સમયમાં પિતાને મદદ કરવા દુકાને જતો હતો. મોદી વડનગર રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં ચા વેચતા હતા.

માતાના જન્મદિવસ પર લખાયેલા બ્લોગમાં પિતાનો પણ ઉલ્લેખ છે
પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબેનની ખૂબ નજીક હતા. તેમણે મા હીરા બાના 100મા જન્મદિવસ નિમિત્તે એક બ્લોગ લખ્યો હતો. તેમણે આ બ્લોગમાં પ્રથમ વખત તેમના પિતા દામોદરદાસ મૂળચંદ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બ્લોગમાં પીએમ મોદીએ પિતા દામોદરદાસ મૂળચંદ મોદીના નજીકના મિત્ર વિશે વાત કરતા તેમના પુત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.

મિત્રના અકાળે મૃત્યુ પર પિતાએ પુત્ર અબ્બાસને આપ્યો સહારો
પીએમ મોદીએ આ બ્લોગમાં લખ્યું હતું કે દામોદરદાસ મૂળચંદ મોદીના નજીકના મિત્રના અકાળે અવસાન બાદ પિતા અબ્બાસને તેમના ઘરે લઈ આવ્યા હતા. એક રીતે અબ્બાસ અમારા ઘરમાં રહીને જ ભણ્યો. અમે બધા બાળકોની જેમ જ માતા અબ્બાસનું ધ્યાન રાખતાં. ઈદ પર તેમની પસંદના પકવાન બનાવતાં. ત્યોહારોના સમય આસપાસના કેટલાંક બાળકો અમારા ઘરે આવીને જમતાં હતાં.

Most Popular

To Top