Gujarat

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો

અમદાવાદ : ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે હવે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરને લઈ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેના કારણે આજે અનેક શહેરમાં પેટ્રોલ પંપો અને ગેસ એજન્સીઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં પેટ્રોલ પર વાહનોની લાંબી લાઈનો લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં અનેક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા છે. સપ્લાયમાં ખોટકાતા કેટલાક પંપો બંધ પણ રાખવા પડ્યા છે. જેના પરિણામે ચાલુ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો લાગી રહી છે. ખાસ કરીને અમદાવાદના આશ્રમ રોડ, પ્રહલાદનગર રોડ, પાલડી, વસ્ત્રાપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર લાંબી-લાંબી વાહનોની લાઈન જોવા મળી હતી.

શહેરના એસ.જી. હાઈવે, આશ્રમ રોડ અને પાલડી સહિતના વિસ્તારોમાં પણ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવી રહ્યા છે. જોકો કેટલાક લોકોને કલાકો લાઈનમાં ઉભા રહ્યા પછી પણ પેટ્રોલ મળ્યું નહતુ, પરિણામં કેટલાક લોકો રસ્તામાં પેટ્રોલ ખૂટી જવાથી પોતાના વાહનોને ધક્કા મારીને પંપ સુધી લઈ જવા મજબૂર બન્યા હતા.

પેટ્રોલ ગેસની અફવાને પગલે અગાઉ લોકો 100 થી 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હતા, જ્યારે હવે ગભરાટના કારણે મોટાભાગના લોકો ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી થઈ જતાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા છે. આ ઉપરાંત ઘણા પંપો પર માત્ર પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલ જ ઉપલબ્ધ હોવાથી લોકો મોંઘા ઈંધણ માટે પણ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કેટલાક વિસ્તારોમાં પંપ બંધ હોવાના કારણે લોકો એક પંપથી બીજા પંપે ભટકતા જોવા મળી રહ્યા છે.

અફવાઓને અફરાતફરીની સ્થિતિને જોતા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈંધણની કોઈ કાયમી અછત નથી, માત્ર સપ્લાયમાં થોડો વિલંબ થઈ શકે છે. સાથે જ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને જરૂરી એટલું જ ઈંધણ લેવા અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં ગરમી વચ્ચે પેટ્રોલ માટે ભટકવું લોકો માટે મોટો પડકાર બની ગયો છે અને શહેરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Most Popular

To Top