National

બ્રિટનમાં હવેથી સ્ટુડન્ટ વિઝા પર પરિવારને પણ સાથે લઇ જઇ શકાશે

લંડન : બ્રિટીશ (British) સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓને (Student) સ્પર્શતી નવી ઇમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી છે, જેમાં બ્રિટીશ શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ થનાર વિદ્યાર્થીઓના પરિવારના (Family) આશ્રિત સભ્યોને સાથે લાવવા માટે તેમને વિઝા (Visa) અધિકાર આપવાની જાહેરાત કરી છે. હાઉસ ઓફ કોમન્સને આપવામાં આવેલા એક લેખિત નિવેદનમાં યૂકેના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને કહ્યું છે કે સંશોધન કાર્યક્રમ તરીકે નામાંકિત સ્નાતક અભ્યાસક્રમો માટેના આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓને પોતાના આશ્રિતો તરીકે બાળકો અને વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના સભ્યોને લાવવાની મંજૂરી આપવામાં આવશે.

  • બ્રિટીશ સરકારે નવી ઇમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી
  • આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓને પોતાના આશ્રિતો તરીકે બાળકો અને વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના સભ્યોને લાવવાની મંજૂરી આપવામાં આવશે
  • ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતાં વર્ષમાં લગભગ સ્પોન્સર વિદ્યાર્થીઓના આશ્ચિતોને 1,36,000 વિઝા આપવામાં આવ્યા

ભારતીય મૂળના મંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતાં વર્ષમાં સ્પોન્સર વિદ્યાર્થીઓના આશ્ચિતોને લગભગ 1,36,000 વિઝા આપવામાં આવ્યા પછી સરળ ઇમિગ્રેશન પદ્ધતિનું નવું પેકેજ જરૂરી હતું, જે 2019 માં 16,000થી આઠ આઠ ગણા વધુ છે. બ્રેવરમેનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલના સંશોધન કાર્યક્રમનો તરીકે નોંધાયેલા સ્નાતકોત્તર અભ્યાસક્રમમાં નથી તેવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશ્રિતોને લાવવાનો અધિકાર દૂર કરવામાં આવ્યો છે.
તેમનો અભ્યાસ પૂર્ણ થતાં પહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાથી વર્ક વિઝામાં જવાની ક્ષમતાને દૂર કરીને વિદ્યાર્થીઓ અને આશ્રિતોની સારસંભાળની જરૂરિયાતોની સમીક્ષાની કરવી અન્ય નવી પદ્ધતિમાં સુચિબદ્ધ છે. બોગસ એજ્યુકેશન એજન્ટો પર સંકજો કસવા માટે માટે પગલાં લેવાનું પણ વચન અપાયું છે. યુકેની 140 યુનિવર્સિટીઓની પ્રતિનિધિ સંસ્થા, યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલ (UUKI)ના ડિરેક્ટર જેમી એરોસ્મિથે જણાવ્યું હતું કે નવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા, જે વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીના અંતે ત્રણ વર્ષ સુધી રહેવાની અને કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે.

Most Popular

To Top