World

લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હંગામો, સુરક્ષાકર્મીઓ પર સ્યાહી ફેંકાઈ

નવી દિલ્હી: લંડનમાં ફરીવાર ખાલિસ્તાન સમર્થકોએ માથું ઉચ્કયું છે. લંડનમાં ભારતીય ઉચ્ચઆયોગની બહાર મોટો હંગામો થયો છે. જેમાં ખાલિસ્તાની સમર્થકોએ સુરક્ષાકર્મીઓ ઉપર સ્યાહી ફેંકી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એકપછી એક ખાલિસ્તાની સમર્થકો દ્વારા જે હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે ભારત માટે એક મુશ્કેલી આવી રહી છે.

જયારથી ભારતના પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પંજાબ પોલીસ સક્રિય થઈ છે ત્યાર પછી વિશ્વના મોટા ભાગના શહેરોમાં તેના સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં છે. જાણકારી મળી આવી છે કે ટ્વિટર પર પણ કેટલાય હેશટેગને વાઈરલ કરવામાં આવી રહ્યા છે. જાણકારી મળી આવી છે કે આવું કરીને ખાલિસ્તાન અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું છે તે બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

બુધવારના રોજ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હંગામો મચી ગયો છે. હાઈ કમિશન તરફ પાણીની બોટલો પણ ફેંકવામાં આવી છે. હવે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમૃતપાલ સામે ભારતમાં કાયદાની ગાંઠ કડક થઈ રહી છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે 18 માર્ચે અમૃતપાલની ધરપકડ કરવાની તૈયારી હતી. પરંતુ તે ચકમો આપીને નાસી ગયો હતો. પોલીસે તેમના સોગંદનામામાં વિશે વિગતવાર જણાવ્યું હતું.

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે અમૃતપાલની ધરપકડ માટે 18 માર્ચે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ નાકા પણ તૈયાર હતા. તે જ સમયે અમૃતપાલ અને તેના વાહનોનો કાફલો ત્યાં આવ્યો હતો તે પોતે મર્સિડીઝ કારમાં હતો, તેના સાથીદારો અન્ય વાહનોમાં હતા. પોલીસ નાકા પાસે કુલ ચાર વાહનો આવી ગયા હતા. તેમના કાફલાને પોલીસે તાત્કાલિક અટકાવી દીધો હતો. પરંતુ તેમણે રોકવાને બદલે વાહનની સ્પીડ વધારી દીધી હતી અને બેરિકેડ તોડી નાખ્યા હતા. આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ખાલચિયન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top