Gujarat

રાજ્યના 29 શહેરોમાં આજથી 5મી સુધી મિની લૉકડાઉન

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના નવા આદેશ બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતમાં નવા નિયંત્રણો અમલમાં લાવી દીધા છે.જેના પગલે ગુજરાતમાં લોકડાઉન તો નહીં પરંતુ લોકડાઉન જેવા નિયંત્રણો આવી ગયા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, ભરૂચ શહેર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કફર્યુનો અમલ કરવાનો રહેશે રહેશે.

તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

29 શહેરોમાં કયા કયા નિયંત્રણો મુકાયા?
તમામ પ્રકારની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં પ્રિન્ટ તેમજ ઈલે. મીડિયા અને ન્યૂઝ પેપર ડીસ્ટ્રીબ્યૂશન સેવા ચાલુ રહેશે.અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે, માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુર્જરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળો બંધ, જાહેર પરિવહન 50% ક્ષમતા સાથે, લગ્નમાં 50 અને અંતિમવિધિમાં 20ની છૂટ.સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર મંદિરના સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે. લગ્ન માટે digital gujarat portal પર નોંધણી કરાવવાની રહેશેસમગ્ર રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ નિગમો કે તમામ પ્રકારની ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ જ હાજરી આપી શકશે.રાજ્યમાં સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્પોર્ટસ સ્ટેડિયમ પ્રક્ષકો વગર ચાલુ રાખી શકાશે.રાજ્યમાં તમામ પ્રકારના રાજકિય, સામાજીક, ધાર્મિક સાસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડા સદંતર બંધ રાખવાના રહેશે.એસટી બસો 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Most Popular

To Top