મુંબઇ,તા. 21: મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક, રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યમાં એક જ દિવસમાં 6971 કેસ નોંધાયા છે જ્યારે મુંબઇમાં 850 લોકો સંક્રમિત થયા છે. ઉદ્ધવ ઠાકરેએ તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકતા કહ્યું હતું કે પાર્ટીનો પ્રસાર ફેલાવો, કોરોનાનો નહીં.
મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની તમામ સભાઓ ઓનલાઇન રહેશે. તેમણે કહ્યું કે, કોરોનાના પ્રસારને રોકવા માટે આગામી 8 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું કે કોવિડ -19 ફરીથી મહારાષ્ટ્રમાં માથું ઊંચકી રહ્યો છે, 8થી 15 દિવસમાં ખબર પડી જશે કે આ બીજી લહેર છે કે નહીં.
ઠાકરેએ કહ્યું હતું કે અમે કોઈ એક મશીનરી પર વધારે દબાણ નથી લગાવી શકતા. તમારે જવાબદારી લેવી પડશે. અમે એક નવી ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ – ‘હું જવાબદાર છું’ મેં એનઆઈટીઆઈ આયોગ સભામાં કામનો સમય સૂચવ્યો. વિવિધ કામના કલાકો, વર્ક ફ્રોમ હોમ, સેનિટાઇઝરનો ઉપયોગ અને સામાજિક અંતર અમારા નવા અભિયાનનો એક ભાગ હશે.
ઠાકરેએ કહ્યું કે માસ્ક પહેરશો તો લોકડાઉન લગાવવાની જરૂર નહીં પડે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે હવે સવાલ ઉભો થયો છે કે શું ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. આજે પણ લગભગ 7,000 કેસ નોંધાયા છે. અમરાવતીમાં આશરે એક હજાર કેસ નોંધાયા છે. પુણે અને મુંબઇમાં કેસ બમણો થઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે તમામ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો
By
Posted on