Gujarat

ગુજરાતની 24 બેઠકો પર ભગવો લહેરાયો, બનાસકાંઠાના ગેનીબેન હવે દિલ્હી જશે

ગાંધીનગર: દેશમાં 80 દિવસની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) બાદ હવે પરિણામની (Result) ઘડી આવી ગઇ છે. ત્યારે આજે એટલે કે 4 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી જ ગુજરાતની (Gujarat) 25 જેટલી બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ત્યારે સવારે બપોરે 2 વાગ્યા સુધીમાં ભાજપ (BJP) બહુમતથી આગળ વધી રહ્યું છે. તેમજ ગુજરેાતની 25 માંથી 19 બેઠકો ઉપર જીત નિશ્ચિંત કરી ચૂક્યું છે.

બનાસકાંઠા લોકસભાના 20માં રાઉન્ડમાં ફરી એકવાર ગેનીબેન આગળ નીકળ્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે તમને વિજયી પણ જાહેર કરી દીધા છે. અસલમાં ગેનીબેને ભાજપના રેખાબેન ચૌધરી કરતા 20,000 વોટ વધુ મેળવી લીડ હાંસલ કરી જીત મેળવી હતી, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 590785 મળ્યા છે. આમ, બનાસકાંઠામાં રસાકસી બાદ ગેનીબેનએ જીત હાંસલ કરી દિલ્હી જવાની તૈયારી પૂર્ણ કરી હતી.

આ 24 બેઠકો પર ભાજપાની જીત
અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, વલસાડ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, નવસારી, ભાવનગર, ભરુચ, કચ્છ, બાર઼ડોલી, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, પાટણ, આણંદ, સાબરકાંઠાની બેઠકો ઉપર ભાજપાએ જીત મેળવી હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ ગઈ છે. દિનેશ મકવાણાને 606545 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ભારત મકવાણાને 321972 મત મળ્યા છે. આમ ભાજપના દિનેશ મકવાણાની 284573 વોટથી જીત થઈ છે.

આ સાથે જ બપોરે 1:30 કલાક સુધીમાં પાટણ સિવાય લગભગ આખા ગુજરાતમાં ભાજપાનો વિજય નિશ્ચિંત થઇ ચુક્યો છે. જેમાં મહેસાણા સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોર કરતા 2.83 મતથી, વલસાડ સીટ પરથી ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલથી 2.10 લાખ મતથી, ખેડા સીટ પર ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના કાળુસિંહ ડાભીથી 2.99 લાખ મતથી, વડોદરામાં ભાજપના હેમાંગ જોષી કોંગ્રેસના જસપાલસિંહ પઢીયારથી 4.64 લાખ મતથી, ભાજપના રેખાબેન ચૌધરી 6166 મતથી આગળ છે.

લોકસભાની ચૂંટણીનાં પરિણામા આવવાનાં શરૂ થઈ ગયા છે. જેમાં મહેસાણા, ગીર સોમનાથ તેમજ ગાંધીનગરમાં ભાજપનાં ઉમેદવારની ભવ્ય જીત નિશ્ચિંત થઇ ગઇ છે. ગાંધીનગર સીટ પરથી ભાજપના અમિત શાહ કોંગ્રેસના સોનલબેન પટેલથી 5.40 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે 4.39 લાખની મત ગણતરી બાકી છે. જ્યારે 11 રાઉન્ડ બાદ લીડ મેળવના ગેની બેન 13 રાઉન્ડ 6166 મતથી પાછળ રહી ફરી એક વાર બહુમતની રેસમાંથી બહાર થઇ ગયા હતા.

સવારે 11: 15 કલાક સુધીમાં પોરબંદર બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ માંડવિયા 2 લાખથી વધુની લીડ મેળવી હતી. જ્યારે પાટણ લોકસભા સીટ પર 6 રાઉન્ડનાં અંતે કોંગ્રેસનાં ચંદનજી ઠાકોર 20372 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરા ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી 385360 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા 2.50 લાખ મતથી આગળ છે.

ગેનીબેન ઠાકોર 4624 મતથી આગળ
બનાસકાંઠા લોકસભાની મતગણરીના 11 રાઉન્ડમાં કોંગ્રેસે લીડ મેળવી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 3,45,788 મત મળ્યા છે. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 3,41,164 મત મળ્યા છે. આમ કોંગ્રેસના ગેનીબેને 11 રાઉન્ડની ગણતરી બાદ 4624 મતની લીડ મેળવી છે.

આ સાથે જ મહેસાણા સીટ પર ભાજપના ઉમેદવાર હરિ પટેલ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર કરતા 2.48 લાખ મતથી આગળ છે. જ્યારે 2.33 લાખ મતની ગણતરી કરવાની બાકી છે. જેથી કહી શકાય કે અહીં ભાજપની જીત નિશ્ચિત છે.

નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ, છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા,અને પંચમહાલના ભાજપના રાજપાલસિંહ જાદવે 3 લાખની લીડ વટાવી દીધી છે. જ્યારે અમિત શાહે 5 લાખની લીડ વટાવી દીધી છે. આ સાથે જ વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,53,031 હજાર મતોથી આગળ છે.

દાહોદમાં 11573 વોટ નોટામાં
દાહોદમાં પાંચ રાઉન્ડનાં અંતે ચોંકાવનારા પરિણામ સામે આવ્યા હતા. જેમાં દાહોદનાં 11573 મતદારોએ એક પણ ઉમેદવારોને પસંદ કર્યા ન હતા. એટલે કે દાહોદમાં લોકસભા બેઠક પર 11573 મતદારોએ નોટામાં મત નાંખ્યા હતા. તેમજ 4 લાખની મત ગણતરીમાં 1573 મત નોટાને મળ્યા છે. ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પાંચ રાઉન્ડનાં અંતે 1,22,614 મતથી આગળ છે.

બનાસકાંઠા લોકસભાના પાંચ રાઉન્ડબાદ ભાજપા આગળ ચાલી રહી છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 191092 મતોથી આગળ અને ગેનીબેન ઠાકોર 7277 મતથી પાછળ ચાલી રહ્યા છે. તેમજ સવારે 11:08 કલાકે ગાંધીનગર લોકસભા સીટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 4 લાખની જંગી લીડ મેળવી હતી.

અમદાવાદ પશ્ચિમ સીટ પર મતગણતરી અટકી
અમદાવાદ પશ્ચિમ સીટ પર પાંચમાં રાઉન્ડની મતગણતરી ચાલી રહી હતી. ત્યારે અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા 20 મિનિટ સુધી મતગણતરી અટકી ગઇ હતી. ત્યારબાદ ફોલ્ટને દૂર કરી તાત્કાલીક મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

કઈ સીટ પર ભાજપને મળી લીડ

  • સવારે 11: 07 કલાક સુધીમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી બેઠક પર ભાજપને એક લાખથી વધુની લીડ મળી છે.
  • સવારે 11 કલાકે પાંચ રાઉન્ડ બાદ ગાંધીનગર લોક સભા બેઠપ ઉપરથી ભાજપ ઉમેદવાર અમિત શાહ 2,05,000 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે.
  • સવારે 11 કલાકે રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની લીડ ઘટી છે. પણ હજુ તેઓ કોંગ્રેસનાં પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે.
  • સવારે 11 કલાકે બે રાઉન્ડ બાદ નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ રહ્યા હતા.
  • સવારે 11 કલાકે ભરૂચ સીટ પરથી આપના ચૈતર વસાવા 21000 મતથી પાછળ રહ્યા હતા.
  • સવારે 11 કલાકે જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માંડપ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં 7મે 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન થયું હતું. આજે રાજ્યની 25 લોકસભા બેઠકનાં 266 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે. ત્યારે રાજ્યમાં અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. તેમજ બારડોલી બેઠકમાં સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં હતા. ગુજરાતમાં સુરતની 1 બેઠક બિનહરીફ થઈ છે. જેમાં ભાજપે જીત મેળવી હતી. આ સાથે જ ગુજરાત લોકસભામાં 60.13 ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીના મતોની ગણતરીમાં શરૂઆતમાં ભરૂચમાં મનસુખ વસાવા 4200 મત આગળ હતા, ગાંધીનગરથી અમિત શાહ 1.65 લાખ મતોથી આગળ હતા. તેમજ વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી પહેલા રાઉન્ડના અંતે 4683 મતથી આગળ રહ્યા હતા. જ્યારે રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી પાછળ હતા, નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા હતા, ખેડા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ આગળ હતા.

આ સાથે જ બનાસકાંઠા લોકસભા બેઠક પર પહેલો રાઉન્ડ પૂર્ણ થયાના અંતે ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ રહ્યા હતા, જ્યારે મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર આગળ હતા, જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ હતા જ્યારે સાબરકાંઠા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ રહ્યા હતા. ઉપરાંત જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે.

રાજ્યમાં 26 કેન્દ્ર પર મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ લોકસભા મત વિસ્તારમાં 2 કેન્દ્રો પર મતગણતરી થઇ રહી છે. આ સાથે જ મતગણતરીની પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ફરજ પર છે. તેમજ 30 ચૂંટણી અધિકારીઓ, 175 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 615 વધારાનાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ ગણતરી માટે તૈનાત છે.

આ સાથે જ મતગણતરીનાં દરેક ટેબલ પર માઈક્રો-ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટની ગોઠવણ કરવામાં આવી છે. તેમજ કાઉન્ટિંગ હોલમાં 2 માઈક્રો-ઓબ્ઝર્વર ફરજ પર છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ થઇ રહી છે. તેમજ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવ્યા હતા અને EVM રાઉન્ડવાઈઝ કાઉન્ટીગ હોલમાં લાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top