સુરત: સુરત (Surat) હજીરા દામકા ગામમા ફરીવાર નદી ઉપર જલદ પ્રવાહી (Liquid quickly) ફેંકી ગૌવંશને દઝાડી (Bush) ભગાડવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે બપોરે પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયેલી ગાયને જોઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે દારૂનુ ખીરું સ્વાદમાં મિથ્થુ હોવાથી પશુઓ પીવા જતા હોય છે જેને લઈ દારૂ (Alcohol) ગાળવા વાળાઓને થતી હેરાનગતિથી છુટકારો મેળવા આવું કૃત્ય કરાયું હોય એ વાત નકારી શકાય નહીં, છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા 5-6 કેસ સામે આવ્યા છે અને બે વાર ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં (Police Station) કેસ પણ કરવામાં આવ્યા છે જોકે હજી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું આજનું ઉદાહરણ પરથી કહી શકાય છે. હાલ પશુ પોતાની પીડા ને લઈ પકડમાં આવતા નથી. ગો સેવકો ગાય માતાની સારવાર કરાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે.
શશીભાઈ આહીર (ગો સેવક)એ જણાવ્યું હતું કે 6 મહિના બાદ આજે ફરી એક કેસ બહાર આવ્યો છે. દામકા ગામમાં એક ગાય ને પીઠના ભાગે ગંભીર રીતે દાઝેલી હાલતમાં જોઈ રુંવાડા ઉભા થઇ ગયા હતા. તપાસ કરતા પ્રાથમિક ખબર પડી હતી કે આવું કૃત્ય માત્ર દેશી દારૂ ગાળવા વાળા જ કરી શકે છે. જેનું એક કારણ એ પણ કહી શકાય કે દેશી દારૂ ગાળવા ની ભઠ્ઠી ઉપર દારૂ નું ખીરું પીવા ગાય ભેગી થતી હોય છે. જે દારૂ ગાળવા માટે અડચણ રૂપ બનતી હોય છે. જેને ભગાડવા આવા જ્વલનશીલ પ્રવાહી ગાય ઉપર ફેંકી જીવતા દઝાડવામાં આવે છે. જેથી ગાય બીજીવારએ જગ્યા ઉપર પાછી નહિ ફરે. આવી ઘટના ભૂતકાળમાં પણ થઈ છે અને ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ કલાકો સુધી ગંભીર રીતે દાઝેલી ગાય ની સારવાર માટે પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જોકે ડર ના મારે ગાય ભાગદોડ કરી હાથમાં આવતી નથી.જોકે એને પકડીને સારવાર કરાવી એજ અમારી પ્રાથમિક સેવા છે.