National

લિયોનેલ મેસીએ જય શાહ માટે હસ્તાક્ષર કરેલ આર્જેન્ટિનાની જર્સી મોકલી

નવી દિલ્હી : લીયોનેલ મેસ્સી (Lionel Messi) સમયનો મહાન ફૂટબોલર છે. તેણે રમતગમતની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. ફીફા ફાઇનલમાં (FIFA Finals) ફ્રાન્સને પેનલ્ટી શૂટમાં હરાવીને આર્જેન્ટિના (Argentina) સાથે ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. અને આ સથે મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂર્ણ થયું હતું. મેસ્સી અને આર્જેન્ટિનાની જીત પછી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણામાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ હતી. ભારતમાં પણ લોકોએ આર્જેન્ટિનાની ત્રીજા વર્લ્ડ કપની જીતની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. મેસ્સીને ભારતમાં પ્રશંસકોને પણ ખૂબ જ ચાહે છે. તેની આ મહાનતાનો એક ફોટો (BCCI)ના સચિવ જય શાહ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ પ્રજ્ઞાન ઓઝા દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

  • આર્જેન્ટિનાની જીત પછી વિશ્વના દરેક ખૂણામાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ હતી
  • મેસ્સીને ભારતમાં પ્રશંસકોને પણ ખૂબ જ ચાહે છે
  • જયને હસ્તાક્ષરિત જર્સી મોકલીને તેણે પોતાની મહાનતા જાહેર કરી હતી

જયને હસ્તાક્ષરિત જર્સી મોકલીને તેણે પોતાની મહાનતા જાહેર કરી હતી
મેસ્સીએ તેના હસ્તાક્ષર કરેલી જર્સી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જયને મોકલી હતી.અને તેણે પોતાની મહાનતા જાહેર કરી હતી કે તેઓ તેમના અનુયાયોનો પણ કેટલો ખ્યાલ રાખે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ પ્રજ્ઞાન ઓઝા સાથેની એક તસ્વીર સોશિઅલ મીડિયા ઉપર શેર કરી હતી.

ફીફા વર્લ્ડ કપની ટ્રોફી મેળવવાનું તેનું સપનું હતું
દુનિયાના મહાન ફૂટબોલર મેસ્સીએ તેની કારકિર્દીમાં જે મુકામો હાસિલ કરવાના હતા તે બધા જ તેણે પ્રાપ્ત કરી લીધા છે. તે તેના આ સફરને પૂર્ણ કરવા ફીફા વર્લ્ડ કપની ટ્રોફી મેળવવાનું તેનું સપનું હતું.આ વર્લ્ડ કપ તેનો પાંચમો વર્લ્ડ કપ હતો. મેચોમાં કુલ 7 ગોલ કર્યા અને 3ના તેને સહાય પણ આપી હતી.અને આ સાથે જ મેસ્સીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની કારકિર્દીમાં બીજી વખત તેને ગોલ્ડન બોલ આપવામાં આવ્યો હતો.

ફાઈનલની રાત્રે મેસ્સીએ શાનદાર દેખાવ કર્યો હતો. તેણે આર્જેન્ટિના માટે બે વખત ગોલ કર્યો અને પછી શૂટઆઉટમાં તેની પેનલ્ટીમાં પણ રૂપાંતર કર્યું હતું અને આ સાથે કેલિયન એમબાપ્પેની હેટ્રિકને પણ મેચના એક્સ્ટ્રા તીમીંગ દરમ્યાન જીત મેળવીને બહાર ધકેલી દીધી હતી.

Most Popular

To Top