Gujarat

પંજાબની જેમ ગુજરાતમાં પણ 10 લાખ સુધીની ફ્રી સારવાર આપો

અમદાવાદ : ભારતમાં આઝાદી પછી અનેક પાર્ટીઓની સરકાર બની, પરંતુ લોકોની સાચી ચિંતા કોઈએ કરી નથી. આરોગ્યલક્ષી યોજના કે જેમાં સામાન્ય માણસને આરોગ્યલક્ષી સારવારની સુરક્ષા મળે, પરંતુ ભારતમાં પ્રથમ વખત પંજાબમાં મુખ્યમંત્રી સહેત યોજના હેઠળ દસ લાખ સુધીની મફત સારવાર મળે છે. ગુજરાતમાં પણ આવી યોજના લાગુ કરવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ આ ભાજપની સરકારે કાંઈ જ કર્યું નથી, તેમની નીતિ અને નિયત બંને અયોગ્ય છે, એટલે લોકો માટે કંઈ જ કરી શકે તેમ નથી, તેવું આજે અમદાવાદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હી બાદ પંજાબમાં પણ વીજળી બધા માટે મફત છે 600 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. બે મહિનામાં બિલ આવે છે, એટલે દર મહિને 300 યુનિટ મફત આપવામાં આવે છે. તેમાં કોઈ શરત નથી. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ એમણે શું કર્યું કંઈ ખાસ થયું નથી. અહીં કોંગ્રેસનો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ છે કે નહીં તેની કંઈ ખબર નથી. અહીં ખેડૂતોનો મુદ્દો હોય આદિવાસીનો મુદ્દો હોય તો અમારા ધારાસભ્યો ત્યાં પહોંચી જાય છે, અને પ્રજાના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરતા હોય છે.

Most Popular

To Top