સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો, વાતાવરણ, સમીકરણો જે તે ક્ષેત્રમાં સતત બદલાતા રહે છે. એવા મહામાનવો પણ આ વિશ્વમાં પેદા થયા છે કે જેઓ આવતા સમય અને સંજોગોને પારખી લેવામાં નિપુણ નિષ્ણાંત હતા અને તે નિપુણતાનો ઉપયોગ કરીને સમય સંજોગોને પોતાને અનુકુળ બનાવી દેતા હતા ને પછી તેનો ઉપયોગ પોતાના સમાજ, પોતાના રાજ્ય પોતાના દેશ અને છેલ્લે શક્ય હોય તો બાકી દુનયાનું બલુ થાય તે માટે તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ આશ્ચર્યની અને સાથે સાથે દુઃખ થાય તેવી વાત એવી છે કે વિશ્વભરમાં આવા હજારો સારા માણસો સંત મહાત્માઓ-ચિંતકો-ધર્મગુરો દરેક ક્ષેત્રે પેદા થઇ ચૂકયા છે અને જિદંગીભર પોતાની સેવાઓ આપીને સુધારા લાવવા પ્રયાસો કર્યા છે અને પોતાની જાતનું બલિદાન પણ આપી દીધું છે છતાં આ દેશ-દુનિયા આજે પણ ત્યાંની ત્યાં જ રહી છે.
નાણાંકીય રીતે સુવિધાઓની રીતે અને સુપર ટેકનોલોજીની શોધો અને તેના ઉપયોગો દ્વારા વિશ્વભરમાં વ્યક્તિઓ-પ્રજાજનોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન આવ્યું છે. લોકોની જીદંગી બહેતર બની છે અને ખુશીઓ છલકાઇ રહી હોવાનું ચારેબાજુ દેખાય છે, પરંતુ આ વાત સાચી છતાં આભાસી વધારે જણાય છે.હકીકતમાં માણસો-પ્રજાજનો જાહેર જીવનમાં ખુબ જ સુખી હોવાનો તથા ભરપુર સુવિધાઓ માણી રહ્યાની માન્યતા ધરાવતા હોય છે પરંતુ હકીકતમાં અંદરખાને ખુબ જ દુઃખી પોતાના મનથી, મિત્રવર્તુળ કે સગાવ્હાલા કે પોતાના સમજા કે પોતાના દેશમાં ચાલતા કારોબારથી હોય છે, તેઓ આવા ટેકનોલોજીની મદદથી બધી જ સુવિધાઓ આંગળીના ટેરવેથી મેળવી રહ્યા હોવા છતાં આ જ સુવિધાઓના ઉપયોગમાં થતી પોતાનાથી કે ઘરના સભ્યો કે સ્નેહીજનો, મિત્રોથી થતી ભુલો તેમનું જીવન ડામાડોળ બનાવી દે છે અને તેના કારણે આ વ્યક્તિઓ મનમાં ખાલીપો અનુભવે છે અને ભારે ભીડ વચ્ચે પણ પોતે એકલો જ છે તવી લાગણીમાં જિદંગી પસાર કરો થઇ જાય છે. કલાઇમેક્સ ત્યારે આવે છે કે આ વ્યક્તિ કે પ્રજાજનો જ્યારે પોતાના કુટુંબ, સ્નેહીજનો, મિત્રવર્તુળ, સમાજ કે દેશ માટે મરી ફીટવા સુધીના પ્રયત્નો બધાયને માટે કર્યા હોય, બધાયને તેની ખબર હોય, પરંતુ જ્યારે તે વ્યક્તિ ખુદ મુશ્કેલીમાં આવી જાય ત્યારે આ બધાયમાંથી કોઇ જ તેની મદદે આવતું નથી કે સહારો આપવા કોઇ તૈયાર થતું નથી.
આ બધું જ દરેક ક્ષેત્રે બની રહ્યું છે જે સમજાવવા બે-ત્રણ દાખલાઓથી વધુ ખ્યાલ આવશે. કોઇપણ રાજકારણી હોય અને તેના હજારો-લાખો ફોલોઅર્સ હોય અને તે પોતાના પક્ષને ચૂંટણીમાં પોતે ઉભો રહીને ચૂંટણાઇ આવે કે પક્ષના બીજા ઉમેદવારને ચૂંટી લાવવામાં સફળ થાય ત્યાં સુધી જ તેનું પક્ષમાં માન રહે છે. આમ કરવામાં હવે તે નિષ્ફળ જાય તો તેનું સ્થાન આપોઆપ નીચે ઉતરી જાય છે. આવું નોકરીના ક્ષેત્રે બની રહ્યં છે. ભરપુર કામ કરો ત્યાં સુધી જ તમારો ભાવ બોલાય નહિં તો ઘરભેગા કરાય, ડોકટરો પાસે હોસ્પિટલમાં જાવ તો મેડિકલેઇમની રકમ પુરી થઇ જાય ત્યાં સુધી જ તમારી સારવાર થયા અને પછી હાંકી કાઢવામાં આવે. હવે લગ્ન સંસ્થાઓ પણ પતિ-પત્ની વચ્ચે આવા જ માઠા પ્રસંગો ઝડપભેર બની રહ્યા છે.
તમો તમારા આખા કુટુંબનું ભરણપોષણ કરો ત્યાં સુધી જ તમો ઘરના મોભી, જે ઘડીએ તમારી કમાણી, આવક તો સ્ત્રોત બંધ થાય ત્યારથી તમારી કોઇ જ વેલ્યુ હોતી નથી. ઘણા કિસ્સાઓમાં પો પત્ની પણ નફરત કે તિરસ્કાર કરે છે અને ઉંમર 60 સુધીની હોય તો લગ્નમાં ભંગાણ પડવાનો વારો પણ આવે છે. આ લાંબી ચર્ચાનું કારણ એ છે કે હવે જમાનો બદલાયો છે અને જિદંગીમાં આદર્શ-સારા મનુષ્ય (સ્ત્રી અને પુરૂષ બંનેને આ લાગુ થાય છે) કરતાં નાણાં-પૈસાને જ વધુ મહત્વ અપાઇ રહ્યું છે ત્યારે જુવાનીમાં કમાવાની શરૂઆત કરો અને ખર્ચા પછી જે બચત થાય-સમજુ માણસ તો ખર્ચા કરકસરથી કરીને બચત વધારે અને તે બચતને ભવિષ્યમાં કોઇ આર્થિક સંકટ આવે તો ઝઝૂમી શકે, હોશિયાર માણસ બચતને યોગ્ય રીતે સારૂં વળતર મળે તે રીતે રોકાણ કરે તે જોવું વધુ જરૂરી બી ગયું છે.
આજે સંજોગો એવા ઉભા થયા છે કે લોકો પ્રભુ કે પરમેશ્વર કે માતા-પિતા, પતિ-પત્ની કે બાળકોના સંસાર કરતાં પૈસાને જ મહત્વ આપતો થઇ ગયો છે અને ત્યાં સુધી કે પૈસો એ જમારો પરમેશ્વર એવી કહેવત કે ઉક્તિનો સાક્ષાત્કાર જ થઇ રહ્યો છે અને આ બીજું કશું જ નથી. ફક્તને ફક્ત મુડીવાદનો વિસ્ફોટનું પરિણામ છે. એટલે હવે ખુબજ અગત્યના ફાયનાન્સીયલ પ્લાનીગ ક્ષેત્રે સૌથી મોટી બે પાંચ ભુલો લોકો ઇન્વેસ્ટરો કરે તે કયાં થાય છે, કેમ થાય છે, તેને અટકાવવા શું કરવું જોઇએ તેનો અહિં વિચાર કરીશું. આ બાબતને ગંભીરતાથી લેવા જેવી છે નહિં તો આ ભુલો તમારી મહામુલી બચતોને ગંભીર વિધાતક અસરો કરશે, કદાચ તમારી મહામુલી બચતો ભરખાઇ જશે અને તમારી જિદંગી નામશેષ થઇ જશે.
આ મુડીવાદના જમાનામાં કોઇપણ મનુષ્ય સારી કે મધ્યમ કે ઓછી આવક ધારવનારની મસમોટી કોઇ ભુલ થતી હોય તો તે આવક-ખર્ચનું બજેટ નહિં બનાવવાની કે બજેટ બનાવ્યું હોય તો તેનું ચુસ્તરીતે પાલન નહિં કરવાની થતી હોય છે. આ ભુલનું થવાનું મુખ્ય કારણ ટેકનોલોજીના કારણે રોજબરોજ નવી વસ્તુઓનો થતો આવિષ્કાર ગણાવી શકાય. આપણે હવે ઉપભોક્તાવાદવાળું જીવન જીવવાને ટેવાઇ ગયા છે તેના કારણે કદાચ આપણે બજેટ તો બનાવીએ છીએ પણ આપણે પોતે કે કુટુંબનો કોઇ સભ્ય બજેટ બહાર નવી લકઝુરીકાર, નવો સ્માર્ટફોન, નવું બાઇક વગેરે કોઇપણ મનને ગમી જતી ચીજવસ્તુ પોતાના બજેટ બહાર જઇને ખરીદવા તૈયાર થઇ જતો હોય છે. ખરીદી કરીને પછી આવતા મહિને બજેટમાં તે પ્રમાણે સુધારા વધારા કરી લઇશું તેમ મનને મનાવતા હોય છે, પરંતુ તે વસ્તુ ખરીદ્યા પછી ઘણી વખત બજેટ જ ખોરવાઇ જતું હોય છે.
મોટાભાગે દરેક વખતે જ્યારે તે ખર્ચ કરતાં હોય છે ત્યારે તેઓનો કોઇ જ જાતનો અંકુશ ખરીદી કે ખર્ચ ઉપર રહેતો નથી. અહિં બજેટને ચુસ્ત રીતે વળગી નહિં રહેતા તે લોકો ખર્ચાની લીમીટને તદ્દન ભુલી જતાં હોય છે. અહિં આવી સામાન્ય લાગતી ભુલ એટલે કે તમારી લાઇફ સ્ટાઇલ તમારી મહામુલી બચત જ ખાઇ જાય છે અને તેનું તમોને ધ્યાન રહેતું નથી. કોવિડે આપણને ઘરમાં રહેતાં, કુટુંબીજનો સાથે રહેતાં અને આપણી જરૂરિયાત પુરતો ફક્ત જરૂરી ખર્ચ કરતાં શીખવ્યું છે તો તેનો ઉપયોગ જિદંગીમાં બહગુ જ ઉપયોગી નીવડશે. મોટાભાગના કુટુંબો આવી જ ભૂલો વિમાની પસંદગીના આયોજનમાં કરતા હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો જીવન વિમાને બચત તરીકે સમજે છે અને જીવન વીમાને બચત તરીકે સમજે છે અ જીવન વિમાને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ માને છે અને ઘણી વખત હેલ્થ વીમા માટે માલિક ઉફર આધાર રાખતા હોય છે. આ બધી નાની ગણાતી ભુલો હકીકતમાં ગંભીર ભુલોનું સ્વરૂપ ભવિષ્યમાં પકડે છે. ઘણી વાર લોકો યુલીપ ( યુનીટ લીંકડ ઇન્સ્યુરન્સ પ્લાન, એડાઉમેન્ટ પ્લાન, કેશ બેક પ્લાન) ધરાવતા હોય છે.
આ પ્લાન ખુબ જ લાંબી મુદતના અને ખર્ચાળ હોવાથી દરેક વ્યક્તિને તે અનુકુળ આવે તેવા હોતા નથી. લોકો વીમા પ્રોડકટ જીવન રક્ષક પ્રોડકટ ગણવાને બદલે વળતર પુરી પાડે તેવી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડકટ ગણતા થઇ ગયા છે. વિમો એ લાંબા ગાળાનો કરાર છે અને વ્યકિત હાલ જે વિમા અંગે નિર્ણય લેશે તેની અસર ખુબ જ લાંબાગાળાના સમય ઉપર પડવાની છે. ઘણા લોકો પાસે જરૂરી પુરતું વિમા કવચ મેળવવા માટે ભંડોળ હોતુ નથી, જ્યારે પણ જીવન વિમાની વાત હોય ત્યારે તેઓએ સાદી સીધી બાબતો સમજીને ધ્યાન રાખે અને પોતાના ભંડોળ બચતના પ્રમાણમાં ટર્મ પ્લાન લેવો જોઇએ. તમારા માલિક જે કંઇ આરોગ્ય વિમો પુરો પાડે તે ઉપરાંત તમારે તમારો અને કુટુંબના બધા જ સભ્યોનો વિમો સંજોગો પ્રમાણે જોઇન્ટ કે વ્યક્તિગત ઉતારવો જોઇએ. લોકો નાણાંકીય આયોજન કે બજેટ નક્કી કરતી વખતે કોઇ કુદરતી દુઘર્ટના, આર્થિક સંકટ ઉભું થાય તો તે વખતે કોઇની સામે હાથ લાંબો કરવો પડે નહિં તે માટે કોઇક ઇમરજન્સી ભંડોળ માટે વિચારતા જ નથી તો તેવી રકમ તેઓની પાસે ઉપલબ્ધ હોય જ કયાંથી ખાસ કરીને આ બાબતનું બ્રહ્મજ્ઞાન લોકોને કોવિડ-19 દ્વાર બહુ વહેલું અને ઝડપી થઇ ગયું.
આમ તો આવું બ્રહ્મજ્ઞાન ઘરમાં કોઇ અકસ્માત, આગ, લુંટ, ચોરી થાય કે ઘરના મોભી કે સભ્યની તબિયત અચાનક બગડે અને મોટા ખર્ચાના ખાડામાં ઉતરે ત્યારે થતું હોય છે, પરંતુ કોવિડ-19 વખતે મોટા ભાગના લોકોની નોકરી-રોજગારી છૂટી ગઇ અને ધંધા-કારોબાર બંધ પડી ગયા ત્યારે ઉભી થયેલ આર્થિક કટોકટીએ ભલભલાના હાજા ગગડી ગયા હતા.
ઘણી વખત જે લોકો પાસે આવું ઇમરજન્સી ફંડ હોય છે તે લોકો તેનું સંચાલન ખોટી રીતે કરતા હોય છે તેઓ આવા ભંડોળનો ઉપયોગ માસિક ખર્ચ વધી જાય ત્યારે કરી નાંખતા હોય છે. આથી મુશ્કેલ સમય લાંબો ચાલે તો ઇન્વેસ્ટમેન્ટ વેચવું પડે છે અથવા તો ઉંચા વ્યાજના દરે ધિરાણ-લોન લેવાનો વારો આવે છે. માટે આવું ઇમરજન્સી ભંડોળ કમસેકમ છ માસ કે તેથી વધુ ખર્ચા જેટલું રાખવું જોઇએ અને તેને લીકવીડ ફંડ કે બેન્ક ડિપોઝીટમાં રાખવું જોઇએ. કોવિડના અનુભવ પછી આવું ભંડોળ 12 કે 24 મહિના જેટલું રાખવું જરૂરી બન્યું છે.
મોટા ભાગે આપણે સારા બચતકાર છીએ પણ ઇન્વેસ્ટમેન્ટ કયારે-કેમ કરવું તેમાં નબળા છીએ. મોટા ભાગે વહેલી ઉંમરે કમાતા થઇ ત્યારથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે લોકો 30 વર્ષ, 35 કે 40 વર્ષના થાય ત્યારથી રોકાણની શરૂઆત કરે છે. ઘણી વાર લોકો ટેક્સ પ્લાનીંગ પુરતું જ ઇન્વેસ્ટમેન્ટ કરતાં હોય છે.
ઘણી વાર લોકોને એકાદ-બે વર્ષ પછી નાણાં ભંડોળની જરૂર પડશે તેવી ખબર હોવા છતાં મકાન પ્રોપર્ટી ખરીદવા રોકાણ કરી નાખતા હોય છે. જેમાં લાંબાગાળાની જરૂર હોય છે માટે રોકાણ કરતાં પહેલાં ટૂંકાગાળાના લાંબાગાળાના લક્ષ્યાંકો મનમાં નક્કી કરવા જરૂરી છે.
હાલ લોકો મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઇપી-સીપ દ્વારા મોટાપાયે રોકાણ કરતાં થયા છે. અહિં કયાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણથી સારો ફાયદો વધુ વળતર મળશે તે અંગે અભ્યાસ કર્યા વગર કે જાણકારની સલાહ લીધઆ સિવાય રોકાણ કરનાર ઘણી વખત ઉંધા પડતા ભંડોળ ગુમાવતા હોય છે. મોટાભાગે આ રોકાણકારો પોતાના સ્નેહીજનો, મિત્ર વર્તુળોની વાતોમાં આવીને, બજારમાં ફરતી ટીપ્સના આધારે અને હવે તો કેટલીક એપ્સના સહારે રોકાણ કરતાં થયા છે. જેમાં ફસામણી વધારે હોય છે. નાણાં ગુમાવાય છે માટે તમારા નાણાંકીય લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને યોગ્ય નીવડેલા ટોપ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા.
આ ઉપરાંત નોમીની નહિં દર્શાવવાની ભુલ વસિયતનામાનો અભાવ અને નાણાંકીય દસ્તાવેજોનો મોટા પાયે દુરઉપયોગ વગેરે ભુલો પણ ઇન્વેસ્ટરો મોટા પાયે કરે છે. જે ખુબજ સામાન્ય પણ ગંભીર પ્રશ્નો છે, જ્યારે ઇન્વેસ્ટરનું આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે આ પ્રશ્નો ગભીર કટોકટી કે મોટા પ્રશ્નો કુટુંબમાં કે લગતા વળગતાં વચ્ચે ઉભા કરે છે માટે આવી ભુલોથી દુર રહેવા માટે આજથી જ ઇન્વેસ્ટરો લાગી પડો.