National

કેજરીવાલ ઉપર કેસ ચલાવવની LGએ આપી મંજૂરી, સુપ્રીમમાં CBIએ કરી આવી દલીલ

નવી દિલ્હી: સીબીઆઇ (CBI)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) કેસ અંગે એક મહત્વની માહિતી શેર કરી હતી. આ પહેલા આજે તારિખ 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુનાવવણી દરમિયાન અને સુનાવણી બાદ સીબીઆઇ એ જે દલીલો રજુ કરી હતી તે ખુબ જ મહત્વની હતી.

અસલમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની જામીન અરજી અંગે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી. આજની સુનાવણી પહેલા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પોતાની કાઉન્ટર એફિડેવિટ (સોગંદનામું) દાખલ કરી હતી. ત્યારે સીબીઆઈએ આ સોગંદનામામાં અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો. જ્યારે બીજી બાજુ સુનાવણી બાદ પણ સીબીઆઇ એક મહત્વની માહિતી શેક કરી હતી કે કેજરીવાલ ઉપર કેસ ચલાવવાની સીબીઆઇને મંજૂરી મળી ગઇ છે.

સુનાવણી પહેલા એફિડેવિટમાં સીબીઆઇ એ જણાવ્યું…
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સીબીઆઈએ પોતાની એફિડેવિટમાં અરવિંદ કેજરીવાલને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ત્યારે પોતાના જવાબમાં સીબીઆઈએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આ કૌભાંડના કિંગપિન છે, તેમજ આબકારી ખાતાના મંત્રી હોવા છતાં અરવિંદ કેજરીવાલ સમગ્ર દારૂ કૌભાંડના આર્કિટેક્ટ રહ્યા હતા. તેઓ આ કૌભાંડ વિશે બધું જ જાણતા હતા કારણ કે તમામ નિર્ણયો તેમની સંમતિ અને નિર્દેશનથી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં પણ અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સીના સવાલોના સંતોષકારક જવાબ પણ આપી રહ્યા નથી.

કેજરીવાલ ઉપર કેસ ચલાવવાની CBIને મળી મંજૂરી
અસલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે દિલ્હીની એક કોર્ટને જાણ કરી હતી કે તેમને મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક સામે કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઇ છે.

CBIએ કેજરીવાલ ઉપર કેસ ચલાવવાની આ અરજી વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ કરી હતી, કારણ કે કથિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. તેમજ અગાઉ કોર્ટે 12 ઓગસ્ટે સીબીઆઈને આ મામલે કેજરીવાલ અને પાઠક સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી મેળવવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે આખરે સીબીઆઈને આ કેસમાં દિલ્હીની LG તરફથી કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ છે.

Most Popular

To Top