નવી દિલ્હી,તા. 19: ભારત સરકારે (INDIAN GOVT) વોટ્સએપને મેસેજિંગ એપ્લિકેશનની ગોપનીયતા નીતિમાં થયેલા તાજેતરના ફેરફારોને પાછા ખેંચવા કહ્યું છે. સરકારે એકતરફી ફેરફારો અન્યાયી અને અસ્વીકાર્ય ગણાવ્યા છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપના સીઇઓ વિલ કેથકાર્ટને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં કહ્યું છે કે ભારત વૈશ્વિક સ્તરે વોટ્સએપનો સૌથી મોટો યુઝર બેસ છે અને તેની સેવાઓ માટેનું સૌથી મોટું બજાર છે.પત્રમાં લખ્યું છે કે, ભારતીય નાગરિકો (INDIAN CITIZEN)ની પસંદગી અને સ્વાયત્તતા માટેના સૂચનો અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે, વપરાશકર્તાઓને નાપસંદ કરવાનો વિકલ્પ આપ્યા વિના, વ્હોટ્સએપની સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં સૂચિત ફેરફાર સ્વીકાર્ય નથી.
મંત્રાલયે વોટ્સએપને સૂચિત ફેરફારો (CHANGES)ને પાછો ખેંચવા અને માહિતીની ગોપનીયતા, પસંદગીની સ્વતંત્રતા અને ડેટા સુરક્ષા પ્રત્યેના તેના અભિગમ પર ફરીથી વિચાર કરવા જણાવ્યું હતું.પેરેંટ કંપની, ફેસબુક ઇન્ક સાથે યુઝર ડેટા અને માહિતી શેર કરવા અંગે યુઝરે પ્રતિક્રિયા આપ્યા બાદ વોટ્સએપે 16 જાન્યુઆરીએ નવી ગોપનીયતા નીતિ લાગુ કરવાની ડેડલાઇન લંબાવી હતી.
ભારતીયોનું યોગ્ય રીતે સન્માન થવું જોઈએ એમ જણાવી મંત્રાલયે કહ્યું, વ્હોટ્સએપની સેવાની શરતો અને ગોપનીયતામાં કોઈ એકપક્ષીય પરિવર્તન યોગ્ય અને સ્વીકાર્ય નહીં હોય. ભારતમાં 400 મિલિયન (MILLION)થી વધુ વપરાશકારો પર આ પરિવર્તનની દેશના નાગરિકો પર અપ્રમાણસર અસર પડશે, એમ તેમાં જણાવ્યું હતું.
વ્હોટ્સએપને ભારતમાં તેના દ્વારા આપવામાં આવતી સેવાઓ (SERVICE), એકત્રિત કરેલા ડેટાની કેટેગરીઝ અને મંજૂરીઓ અને સંમતિઓની વિગતો પૂરી પાડવા જણાવ્યું હતું.વોટ્સએપને ભારતીય યુઝર્સના ઉપયોગના આધારે પ્રોફાઇલિંગ કરે છે કે નહીં તે સમજાવવા તેમજ ભારત અને અન્ય દેશોની ગોપનીયતા નીતિ વચ્ચેનો તફાવત સમજાવવા જણાવ્યું છે.