દરેકને પોતાનો બિઝનેસ કરવો હોય છે પરંતુ જે લોકોમાં થોડી થોડી વારે નાસીપાસ થઇ જવાનું સ્વભાવમાં હોય તે લોકોએ બિઝનેસ કરવાનું ક્ષણ માત્ર પણ વિચારવું નહિ. પોતાનો બિઝનેસ કરવા માટે અને ચલાવવા માટે જબરજસ્ત માનસિક સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. દુનિયામાં કોઈ પણ બિઝનેસ કરવો સહેલો નથી. ઘણા બિઝનેસ ચાલુ થઇ થાય છે અને થોડા વખતમાં બંધ થઇ જાય છે. ભારતના 10 માંથી ફક્ત 2 સ્ટાર્ટ અપ જ ટકી રહે છે અને મોટેભાગે તેનું કારણ માનસિક દઢતાનો અભાવને હોવાને લીધે મનાય છે.
બિઝનેસમાં જો રહેવું અને સફળતા મેળવવી હોય તો એન્ડુ કાર્નેગીની બાયોગ્રાફી વાંચવા જેવી છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે જે દિવસે તમે એન્ટ્રપ્રેન્યોર બનવાનું નક્કી કર્યું એ દિવસથી તમારે જાતે એ સ્વીકારવું પડે કે તમે બીજા કરતા અલગ છો. તમારે સેલ્ફ મોટીવેટ થઈને કામ કરવું પડશે. તમને કોઈ આવીને પ્રેરણા આપશે તેવા વિચારો છોડી દો. તમારે જ તમારા ભાગ્યનું નિર્માણ કરવું પડશે. એક એન્ટ્રપ્રેનર તરીકે તમારું રિસ્ક થોડું વધારે છે. તમારા દરેક પગલાં કેટલાય ફેમિલીને અસર કરતા હોય છે આથી જો તમે માનસિક રીતે નબળા રહેશો તો તમે તમારું તો નુકશાન કરશો પરંતુ તમારા કર્મચારીઓના ભાગ્યને અને તેમના કુટુંબને પણ વધારે નુકશાન કરશો. તમારા પોઝિટિવ વિચારો અને માનસિક સ્ટેબિલિટી તમને બીજા કરતા અલગ તારવશે. એન્ડુ કાર્નેગી જોડેથી એક વસ્તુ સ્પષ્ટ શીખવા જેવી છે કે જો તમે નબળા મનના હશો તો ક્યારેય પણ જીતી નહિ શકો. તમારે જો જીતની ભાવના કેળવવી હોય તો મનથી મજબુત બનવું પડે.
મેં મારા ધંધામાં નવું વિચાર્યું. લોકો ભાગીદારો ખરીદે છે અને હું ભાગીદારોને બનાવું છુ. દરેકને મારી પરિસ્થિતિને બીજી રીતે જોવાની કળા શીખવાડું છુ. હું ચોક્કસ માનું છું કે તમારી વિચારવાની રીત હકારાત્મક રાખો. મહેનત કરો તો સફળતા મળશે જ. કામના ભાર હેઠળ દબાઈ જવામાં તમારો આનંદનો ભોગ ન લેવાય તેનું ધ્યાન રાખજો. આનંદી સ્વભાવ હશે તો મનની સાથે શરીર પણ સારું રહે છે. મોટાભાગના માણસો પોતાની આવડતનો ઉપયોગ એટલા માટે નથી કરી શકતા કારણકે બીજા નેગેટીવ વિચારોથી જ તેમનું મન ભરાયેલું રહેતું હોય છે. મારા કહેવાનો મતલબ એ છે કે તમારો દ્રષ્ટિકોણ બદલો, તમારી જાતને સિદ્ધિના ઉંબરે પહોંચેલા કલ્પો. એવી કલ્પના કરો કે એક ભવ્ય, સ્પષ્ટ અને અદભુત જીવન તમારી સમક્ષ છે. ઉઠો, જાગો અને પ્રાપ્ત કરો.
આ બાબત તમારી કંપની નાની હોય કે મોટી, બધાને લાગુ પડી શકે છે. કંપની નાની હોય કે મોટી, રિસ્કની માત્રા સરખી હોય છે. મોટી કંપનીઓને પોતાની કંપનીની પ્રોડ્ક્ટ્સની ક્વાલિટી અને કમ્પ્લાયન્સનું રિસ્ક વધારે હોય છે. માર્કેટ કમ્પ્લેઇન અથવા તો પ્રોડ્ક્ટ્સને બજારમાંથી પાછી લેવાની વાત આવે ત્યારે કંપની રિસ્ક રડાર ઝોનમાં આવી જાય છે અને આ વખતે કંપનીનું ટોપ મેનેજમેન્ટ સ્ટ્રેસમાં આવી જાય છે અને ઘણી વખત અણગમતા અને ખરાબ નિર્ણયો પણ લઇ લે છે. આજ રીતે નાની અને મિડિયમ સાઈઝની કંપનીઓને બહાર માર્કેટમાં થતા કોઈપણ મોટા ફેરફાર મોટી અસર કરે છે. કહેવાનો મતલબ એ છે કે પરિસ્થિતિ અને સંજોગો બદલાતા જ રહેશે પરંતુ તમે આ પરિસ્થિતિમાં કેવી રીતે માનસિક દૃઢઃતાથી બહાર નીકળી શકો છો તેના ઉપર તમારા બિઝનેસને ટકાવી શકશો કે નહીં તેનો આધાર રહેલો હોય છે. ubhavesh@hotmail.com