નવી દિલ્હી: જોશીમઠ (Joshimath) નરસિંહ મંદિર રોડ પર પાણીનો પ્રવાહ છલકાયો છે. અહીં પાણીનો પ્રવાહ છલકાવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. લગભગ ત્રણ કલાકની અરાજકતા બાદ પાણી વહેતુ બંધ થઈ ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સાર્વજનિક બાંધકામ વિભાગ પાસે પીવાના પાણી વિભાગની બે મોટી પાણીની ટાંકીઓ (Water Tank) હતી, જેના કારણે આ ટાંકીઓમાંથી જ પાણીના લીકેજનો (Leakage) અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
- ટાંકીઓમાંથી જ પાણીના લીકેજનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
- નરસિંહ મંદિર માર્ગમાં વહેતા પાણીના પ્રવાહે ફરી ચિંતા વધારી
- કેન્દ્ર સરકારની આઠ ટેકનિકલ સંસ્થાઓ જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનની તકનીકી તપાસ કરી રહી છે
- બદ્રીનાથ હાઇવે પર મારવાડી સ્થિત જેપી કોલોનીમાં 2 જાન્યુઆરીની રાત્રે પાણીનો પ્રવાહ ફાટી નીકળ્યો હતો. ત્યારથી સતત કાદવવાળું પાણી બહાર આવી રહ્યું છે
ભૂસ્ખલનને કારણે તિરાડો પડવાની પ્રક્રિયા અટકી રહી નથી. ભૂસ્ખલનને કારણે સંકટનો સામનો કરી રહેલા જોશીમઠના નરસિંહ મંદિર માર્ગમાં વહેતા પાણીના પ્રવાહે ફરી ચિંતા વધારી છે. જોશીમઠના સૌથી નીચલા ભાગમાં, શહેરથી લગભગ નવ કિમી દૂર બદ્રીનાથ હાઇવે પર મારવાડી સ્થિત જેપી કોલોનીમાં 2 જાન્યુઆરીની રાત્રે પાણીનો પ્રવાહ ફાટી નીકળ્યો હતો. ત્યારથી સતત કાદવવાળું પાણી બહાર આવી રહ્યું છે. રૂરકી સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી (NIH)ના વૈજ્ઞાનિકોએ પણ આ પાણીના સેમ્પલ ભર્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
બીજી તરફ જોશીમઠ આપત્તિગ્રસ્તોની પુનર્વસન નીતિ જાહેર કરતી વખતે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જોશીમઠનો અભ્યાસ અહેવાલ આવ્યા બાદ જ નક્કી થશે કે કેટલો વિસ્તાર અસુરક્ષિત છે. તેના આધારે પુનઃનિર્માણના કામો કરવામાં આવશે. સેક્રેટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડો. રણજિત સિંહા દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકારની આઠ ટેકનિકલ સંસ્થાઓ જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનની તકનીકી તપાસ કરી રહી છે.