Entertainment

‘લીડર’ ટ્વિટર રિવ્યુ: લેજન્ડ સરવનનની ફિલ્મને મિશ્ર પ્રતિસાદ

ફિલ્મ ‘વોચેબલ કોમર્શિયલ એન્ટરટેઈનર’

તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા Legend Saravanan ની નવી ફિલ્મ Leader 3 એપ્રિલ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા, ખાસ કરીને X (પૂર્વે Twitter) પર નેટીઝન્સના રિવ્યુઝનો વરસાદ જોવા મળ્યો છે. ફિલ્મને લઈને મિશ્ર પ્રતિસાદ સામે આવ્યો છે, છતાં ઘણાં દર્શકો તેને “વોચેબલ કોમર્શિયલ એન્ટરટેઈનર” કહી રહ્યા છે.

ફિલ્મ વિશે મુખ્ય વિગતો : ફિલ્મનું નિર્દેશન R. S. Durai Senthilkumar એ કર્યું છે. ફિલ્મમાં Andrea Jeremiah, Payal Rajput, Shaam અને Lal જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ તામિલનાડુમાં 300થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ અને રિલીઝ સાથે જ ટ્રેન્ડિંગમાં આવી ગઈ.

ટ્વિટર (X) પર શું કહે છે લોકો? એક્શન સીન અને સેકન્ડ હાફની પ્રશંસા કરે છે લોકો ,ઘણા યુઝર્સે ફિલ્મના એક્શન સિક્વન્સ અને ખાસ કરીને બીજા ભાગને જબરદસ્ત ગણાવ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ અને મસાલેદાર એલિમેન્ટ્સ દર્શકોને પસંદ આવ્યા.

સ્ટોરી અને સ્ક્રીનપ્લે પર મિશ્ર પ્રતિસાદ : કેટલાક દર્શકોને ફિલ્મની સ્ટોરી સામાન્ય લાગી છે અને સ્ક્રીનપ્લે વધુ મજબૂત હોઈ શક્યું હોત એવું માનવામાં આવે છે.

સરવનનની એક્ટિંગમાં સુધારો : પહેલી ફિલ્મ The Legend બાદ ભારે ટ્રોલિંગનો સામનો કરનાર સરવનનની એક્ટિંગમાં સુધારો જોવા મળ્યો છે, જેની પ્રશંસા થઈ રહી છે. ફર્સ્ટ હાફ ધીમો, બાદમાં પેસ પકડે છે કેટલાક ટ્વિટર યુઝર્સ અનુસાર ફિલ્મનો પ્રારંભ થોડો ધીમો છે, પરંતુ પછીથી સ્ટોરી ગતિ પકડે છે અને રસપ્રદ બને છે.

‘માસ એન્ટરટેઈનર’ તરીકે સ્વીકાર : ઘણા નેટીઝન્સે ફિલ્મને સંપૂર્ણ પરફેક્ટ નહીં ગણાવી હોવા છતાં “વન-ટાઈમ વોચ” અને મસાલેદાર એન્ટરટેઈનર તરીકે સ્વીકારી છે.

બોક્સ ઓફિસ પર શરૂઆત : ફિલ્મે પ્રથમ દિવસે અંદાજે ₹75 લાખનું કલેક્શન કર્યું છે, જે સરેરાશથી સારો ઓપનિંગ ગણાય છે. Leader સંપૂર્ણ રીતે પરફેક્ટ ફિલ્મ નહીં હોવા છતાં મસાલેદાર એક્શન, મેસી સીન અને કોમર્શિયલ તત્વોથી ભરપૂર છે. જો તમે લાઈટ એન્ટરટેઈનમેન્ટ અને એક્શન ફિલ્મના શોખીન છો, તો આ ફિલ્મ તમને એક વાર જોવી યોગ્ય લાગી શકે છે.

Most Popular

To Top