લતાદીદીના (Lataji) મૃત્યુ (Dead) પછી તેઓના જીવનમાં બનેલા અવનવા કિસ્સોઓ ચર્ચામાં આવી રહ્યાં છે. જેમાં મુખ્ય ચર્ચાનો વિષય હાલના તબક્કે એ બની રહ્યો છે કે લતાજીએ કયા કારણથી મોહમ્મદ રફી (Mohammed Rafi) સાથે ગાવાનું બંધ કરી દીધું હતું? તો ચાલો જાણીએ આ પાછળનું મુખ્ય કારણ (Reason).
લતા મંગેશકર અને મોહમ્મદ રફીની જોડી સંગીત ક્ષેત્રે ખૂબ ચર્ચામાં હતી. તેઓની આજે એક ચર્ચાસ્પદ માહિતી બહાર આવી છે કે જે બોલિવુડક્ષેત્રે ખળભળાટ મચાવી રહી છે. આ કિસ્સાનો ઉલ્લેખ યતીંદ્ર મિશ્રાએ પોતાના પુસ્તક ‘લતા સુરગાથામાં’ કર્યો છે. જ્યારે યતીંદ્ર મિશ્રાએ લતા મંગેશકરને રોયલ્ટી વિવાદ પર પ્રશ્ન કર્યો હતો તેનો જવાબ આપતા લતા મંગેશકરે કહ્યું હતું કે મેં પ્રસ્તાવ મૂક્યો હતો કે સંગીત કંપનીઓને અમે ગાયેલા ગીતોના બદલામાં તેના રેકોર્ડના વેચાણ પર નફાનો થોડો હિસ્સો આપવામાં આવે. આ પ્રસ્તાવના અમલ કર્યાના થોડાં સમય પછી તેણે એક મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું અને મોટાભાગે રફી સાહેબનો એ વાતનો વિરોધ હતો કે જ્યારે અમે એક વખત ગીત માટે પૈસા લઈએ છીએ તો તેના પર ફરીથી પૈસા લેવાનો શો અર્થ છે… જો કે આ લડાઈમાં મુકેશ ભૈયા, મન્ના ડે, તલત મહેમૂદ અને કિશોર દા જેવાં કલાકારો લતાજીના સમર્થન સાથે હતા.
માત્ર આશાજી, રફી સાહેબ અને કેટલાક ગાયકોને આ વાત પસંદ આવી ન હતી. લતાજીના મતે રફી સાહેબને આ આખા મામલાની બરાબર જાણકારી ન હતી અને તેઓ ગેરસમજનો ભોગ બન્યા હતા. 1967માં તેઓ વચ્ચે ઉભી થયેલી આ ગેરસમજણનું સમાઘાન આવ્યું હતું.