અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તમે ચીનમાંથી બનાવીને આજુબાજુની જમીનો (Land) હડપ કરવાનો કારસો સરદારના નામે કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને (PM) અમદાવાદમાં (Ahmedabad) આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ, તેવું પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે જણાવ્યું હતું.
ડૉ. જીતુ પટેલે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસે કરેલા કાર્યોના પરિપકવરૂપે જ્યારે વિવિધ સંસ્થાઓ ઉભી થયેલી હોય અને એ સંસ્થાઓમાં આજે પણ તમે કઈક નવું કરી શકો છો. તે જ કોંગ્રેસની ઉપલબ્ધી છે. આજના સિવિલ હોસ્પિટલના ઉદઘાટનમાં નરેન્દ્ર મોદીએ 110 એકરની જમીન જે તે વખતે કોંગ્રેસ સરકારે લઈને જેના દાનથી આ હોસ્પિટલ શરૂ થઈ તેવા હઠીસિંગ અને પ્રેમાભાઈનું નામ કર્યું હોત તો વિશેષ આનંદ થાત. પરંતુ પાયામાં જે છે તેને ભુલી જઈને ફક્ત પોતાની વાહવાહી કરવામાં આવી રહી છે. જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે જે પ્રમાણે વેપારીઓની પીડા વધી રહી છે એ પ્રમાણે હૃદયરોગની હોસ્પિટલની જરૂર પડવાની. જે પ્રમાણે બેરોજગારી વધી રહી છે, અને યુવાનો માનસિક હતાશામાં છે તેના માટે માનસિક હોસ્પિટલોની જરૂર પડશે અને એમના પક્ષના લોકો માટે બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટની હોસ્પિટલોની પણ ભવિષ્યમાં જરૂર રહેશે. દુનિયાની અંદર જ્યારે ભયાનક રોગો હતા ત્યારે કોંગ્રેસની સરકારે શીતળાની નાબુદી કરી, કોંગ્રેસની સરકારે પોલીયોની નાબુદી કરી, મોદી સાહેબના હાથ ઉપર જે ટીકા કરણ થયેલું છે એ પણ કોંગ્રેસની સરકારોમાં થયેલું છે.