National

લાલુ યાદવને રાહત ન મળી, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

ઝારખંડ હાઈકોર્ટે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી નામંજૂર કરી હતી અને હાઈકોર્ટે અડધી સજા પૂર્ણ કરવાની તેમની અરજી સ્વીકારી ન હતી. જેથી બીમાર લાલુ પ્રસાદ યાદવ (LALU PRASAD YADAV)ની મુશ્કેલીમાં ફરી વધારો થવા પામ્યો છે.

શુક્રવારે રાષ્ટ્રીય જનતાના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી અને જેલ મેન્યુઅલ ઉલ્લંઘનના કેસની સુનાવણી (HEARING) ઝારખંડ હાઇકોર્ટમાં થઇ હતી. સવારથી જ દરેકની નજર તેના પર હતી કે તેમને જામીન મળશે કે નહીં. અને લાલુના નજીકના લોકો ઉત્સાહમાં હતા કે તેને જામીન મળી શકે છે જો કે આ સુનાવણીની દલીલો લાંબી ચાલી હતી, અને અંતે લાલુ યાદવ – તેના પરિવાર અને સમર્થકોને નિરાશ થયાની લાગણી અનુભવાય હતી. જો કે અન્ય કેસોમાં લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. 

ઘાસચારા કૌભાંડની દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડ કરવાના કેસમાં સજા ભોગવતા લાલુ પ્રસાદ યાદવે સજાની અડધી અવધિ પૂરી કરવાના આધારે જામીન માંગ્યા હતા. અને છેલ્લી સુનાવણી દરમિયાન લાલુ યાદવે 42 મહિનાથી વધુ સમય સુધી જેલમાં હોવાનો દાવો કર્યો હતો. મહત્વની વાત છે કે ટ્રાયલ કોર્ટે તેને આ કેસમાં સાત વર્ષની સજા સંભળાવી હતી. સીબીઆઈએ પૂર્વ કેન્દ્રીય પ્રધાનની આ જામીન અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીનું કહેવું છે કે લાલુ યાદવે અડધી સજા કરી નથી. સુનાવણી દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જમીન ફગાવી દીધી અને લાલુ પ્રસાદ યાદવની વિગતો પૈકી સીબીઆઈને કસ્ટડીના કુલ સમયગાળાની ચકાસણી નકલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે લાલુ પ્રસાદ યાદવના જામીન પર હાઈકોર્ટમાં પોતાનો પક્ષ મૂક્યો હતો, જે દિલ્હીની એઈમ્સ (AIMS) હોસ્પિટલમાં ગંભીર બિમારીઓની સારવાર લઈ રહ્યા છે. ચારા કૌભાંડ કેસમાં અને જેલ મેન્યુઅલ ઉલ્લંઘનના કેસમાં ચાર વર્ષની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રીની જામીન અરજી શુક્રવારે સુનાવણી માટે આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ અપરેશકુમાર સિંહની કોર્ટમાં કરવામાં આવી હતી. આ દરમિયાન, રિમ્સ વતી લાલુને એઈમ્સ મોકલવા માટે બનાવેલા મેડિકલ બોર્ડનો અહેવાલ પણ રજૂ કરાયો હતો. પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફ્ળ રહેતા જમીન અરજી ફગાવી કાઢી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top