નવી દિલ્હી: લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત રૂ.139 કરોડના ચારા કૌભાંડ(Fodder scam)માં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ એસકે શશીએ આ ચુકાદો આપ્યો હતો. જેમાં તેઓ એ લાલુને 5 વર્ષની સજા તેમજ 60 લાખનો દંડ ફટકાર્યો છે. લાલુ યાદવ ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ચાર કેસોમાં પહેલાથી જ દોષિત જાહેર થયા છે. હાલમાં લાલુ જામીન પર મુક્ત છે. 15 ફેબ્રુઆરીએ કોર્ટે લાલુ પ્રસાદ સહિત 75 આરોપીઓને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 139.35 કરોડ ઉપાડવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 38 આરોપીઓ સિવાય બાકીના તમામને સજા થઈ ચૂકી છે.
- સજા અંગેનો ચૂકાદો સાંભળતા જ લાલુનું બ્લડપ્રશર વધ્યું
- 15 ફેબ્રુઆરીએ કોર્ટે આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા
- ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 139.35 કરોડ ઉપાડવાનો હતો કેસ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ફરી એકવાર જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘાસચારા કૌભાંડના સૌથી મોટા ડોરંડા ભંડોળમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરીમાં 15મી ફેબ્રુઆરીના રોજ લાલપ્રસાદ સાથે 75 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ કૌભાંડમાં CBIની સ્પેશિયલ કોર્ટે સરકારી નાણાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ષડયંત્રના આરોપમાં આ કૌભાંડમાં ષડયંત્ર રચવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં આજે કોર્ટે સજાનું એલાન કર્યું છે. કોર્ટે લાલુને પાંચ વર્ષની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઘાંસચારા કૌભાંડનો આ મામલો ડોરંડા કોષાગાર સાથે જોડાયેલ છે. તેમાં 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરીની વાત સામે આવી હતી. આ મામલો હકીકતમાં 1990થી 1995ની વચ્ચેનો છે, જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પૂર્વમાં ચારા કૌભાંડમાં અલગ અલગ કેસમાં લાલૂ યાદવને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.
સજાના એલાન પહેલા લાલુનું BPવધ્યુ
ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને આજે સજા સંભળાવવામાં આવે તે પહેલા જ લાલુ પ્રસાદ યાદવનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ વધી ગયું હતું. તેમજ લાલુની કીડીની પણ લાલુ પ્રસાદની કિડની અત્યારે માત્ર 20 ટકા જ કામ કરી રહી છે. લાલુની તબિયત સારી નથી. કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ રૂમની બહાર વરિષ્ઠ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી, જયપ્રકાશ નારાયણ યાદવ, શ્યામ રજક હાજર રહ્યા હતા.
આ કેસોમાં અગાઉ પણ લાલુને મળી ચૂકી છે સજા
લાલુપ્રસાદને ડુમકા, દેવઘર અને ચૈબાસા તિજોરીઓમાંથી નાણાં ઉપાડવાના ચાર કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમજ રૂ. 60 લાખનો દંડ પણ કરાયો છે. આ પહેલા લાલુ પ્રસાદને ચાઈબાસા ટ્રેઝરીમાંથી 37.67 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં તેમને પાંચ વર્ષની સજા થઈ છે. બીજી તરફ દેવઘર ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 84.53 લાખ રૂપિયા ઉપાડવાના કેસમાં દોષિત લાલુ પ્રસાદને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ચાઈબાસા ટ્રેઝરીમાંથી 33.67 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસમાં તેને ફરીથી પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 3.13 કરોડ રૂપિયા ઉપાડવાના મામલામાં લાલુ પ્રસાદને સૌથી વધુ સજા થઈ છે. આ કેસમાં તેને સાત વર્ષની સજા થઈ છે.એમણે ચારેય કેસમાં જામીન મેળવ્યા છે. ઘાસચારા કૌભાંડ 1996માં બહાર આવ્યું હતું. 1997માં, સીબીઆઈએ લાલુને આરોપી જાહેર કર્યા હતા.