National

લક્ષાગૃહ અને મઝાર વિવાદ: બાગપતમાં હિંદુ પક્ષને મળી મોટી જીત, 100 વીઘા જમીન સહિત મળ્યો આ અધિકાર

બાગપતઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપતમાં લક્ષાગૃહ (Lakshagriha) અને મઝાર વિવાદ (Mazar controversy) મામલે હિન્દુ પક્ષને મોટી જીત મળી છે. એડીજે કોર્ટે લક્ષાગૃહ અને મઝાર વિવાદ પર આજે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ નિર્ણયમાં હિંદુ પક્ષને 100 વીઘા જમીન (land) અને મકબરાના માલિકી હક્કો આપવામાં આવ્યા છે.

સમગ્ર મામલે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે છેલ્લા 50 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આ કેસ સન્ 1970માં દાખલ કરવામાં આવ્યો હતો. જેની કાર્યવાહી આજે તા. 02-05-2024ના રોજ કરવામાં આવી હતી. કેસમાં હિન્દુ પક્ષના 10 થી વધુ સાક્ષીઓએ ગવાહી આપી હતી. ત્યાર બાદ સિવિલ જજ શિવમ દ્વિવેદીએ મુસ્લિમ પક્ષના દાવાને ફગાવી દીધા હતા.

બાગપત જિલ્લાના બરનાવા સ્થિત લક્ષાગૃહને લઈને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો વચ્ચે છેલ્લા 53 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. મળેલી વિગતો મુજબ વર્ષ 1970માં બરનાવાના રહેવાસી મુકીમ ખાને વક્ફ બોર્ડના અધિકારી તરીકે સરથાણા મેરઠની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને સંસ્થાપક બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવીને કેસ દાખલ કર્યો હતો. પ્રતિવાદી લક્ષાગૃહ ગુરુકુલે દાવો કર્યો હતો કે બરનાવા શેખ બદરુદ્દીનની કબર અને એક મોટું કબ્રસ્તાન લક્ષાગૃહ ટેકરા પર છે. જે યુપી વક્ફ બોર્ડમાં પણ નોંધાયેલ છે.

મહાભારત કાળની ટનલ પણ અહીં હાજર છે
અગાઉ મુકિમ ખાને એવો આરોપ લગાવ્યો હતો કે કૃષ્ણદત્ત મહારાજ બહારના છે અને અહીંના કબ્રસ્તાનને તોડીને તેને હિંદુઓનું તીર્થ સ્થળ બનાવવા માંગે છે. મુકીમ ખાન અને કૃષ્ણદત્ત મહારાજ બંનેનું હાલ અવસાન થયું છે અને બંને પક્ષના અન્ય લોકો જ કેસની વકીલાત કરી રહ્યા હતા. દરમિયાન સંરક્ષણ પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે આ પાંડવોનું લક્ષાગૃહ છે. અહીં મહાભારત સમયની એક ટનલ, પૌરાણિક દિવાલો અને એક પ્રાચીન ટેકરો છે. અ સાથે જ પુરાતત્વ વિભાગે અહીંથી મહત્વના પ્રાચીન પુરાવાઓ પણ મેળવ્યા છે.

ASIની ટીમે 6 વર્ષ પહેલા ખોદકામ કર્યું હતું
કહેવાય છે કે આ ટેકરા એ જ લાક્ષાગૃહ છે જ્યાં પાંડવોને સળગાવીને મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંડવોને મારવા માટે કૌરવોએ આ લક્ષાગૃહનું નિર્માણ કર્યું હતું અને તેને આગ ચાંપી દીધી હતી. પરંતુ પાંડવો એક ટનલમાંથી બહાર આવ્યા હતા.

આ ટનલ હજુ પણ બર્નાવામાં હાજર છે. તેમજ અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) લાલ કિલ્લો, ભારતીય પુરાતત્વ સંસ્થાન, નવી દિલ્હી દ્વારા 2018 માં ખોદકામ કરીને આ ટેકરાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ મળી આવી હતી. પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો પોતપોતાના તથ્યોના આધારે આ જમીન મામલે દાવો કરી રહ્યા હતા.

Most Popular

To Top