National

હોસ્પિટલમાં ખૂટી રહ્યો પ્રાણવાયુ : દિલ્હી-જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીના મોત

દેશની રાજધાનીમાં, કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે અછત વર્તાય રહી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બત્રા અને સર ગંગા રામ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘણી તંગી છે અને ટૂંક સમયમાં ઓક્સિજન હાજર કરવાની માગ કરવામાં આવી છે.

જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડો.ડી.કે. બલુજાએ દાવો કર્યો હતો કે ગઈકાલે સાંજે 20 જેટલા ગંભીર દર્દીઓનું ઓક્સિજન સપ્લાયના અભાવે મોત નીપજ્યું હતું. બીજી તરફ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કર આવી ગયું છે. બત્રા હોસ્પિટલના એમડી ડો.એસ.સી.એલ ગુપ્તાએ જણાવ્યું હતું કે 500 કિલોગ્રામ ઓક્સિજન એક ટ્રક દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, જે ઓક્સિજન મળ્યા પછીના 1 કલાક સુધી પૂરતો રહેશે. જો કે હાલ 260 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

અગાઉ બત્રા હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ઘણી તંગી હતી અને એવું કહેવામાં આવતું હતું કે થોડો સમય ઓક્સિજન બાકી છે. હોસ્પિટલે તાત્કાલિક ઓક્સિજન આપવાની માંગ કરી છે. બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.એસ.સી.એલ.ગુપ્તાએ જણાવ્યું હતું કે, બત્રા હોસ્પિટલમાં પણ ઓક્સિજન ખતમ થવા પર છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ફક્ત 45 મિનિટનો ઓક્સિજન બાકી છે, જ્યારે 215 દર્દીઓ દાખલ થયા છે. હોસ્પિટલના એમડી ડો.ડી.કે.બાલુજાએ રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ પાસે ઓક્સિજન સપ્લાય કરવાની માગ કરી છે.

અસ્થાયી ઓક્સિજનની વ્યવસ્થા કરાય રહી છે : એમડી

હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, હોસ્પિટલમાં ફક્ત 20 મિનિટનો ઓક્સિજન બાકી છે જ્યારે 350 થી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કૃપા કરીને તેને ખૂબ જ તાત્કાલિક અને અગ્રતા ધોરણે ધ્યાનમાં લો કારણ કે અહીં સંકટ હજી યથાવત છે. મેડિકલ ડિરેક્ટર (એમડી) ડોક્ટર એસસીએલ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે હંગામી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છીએ. હોસ્પિટલમાં ઓક્સિજનનો સામાન્ય પુરવઠો જરૂરી છે. અમારી પાસે ફક્ત આઈસીયુ માટે સ્ટોક છે. હોસ્પિટલને પાડોશી હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યા છે. બત્રા હોસ્પિટલે પોલીસને ઓક્સિજન સિલિન્ડર એસ્કોર્ટ કરવા વિનંતી કરી છે.

દરમિયાન, મધ્યરાત્રિએ દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું હતું. અને અન્ય હોસ્પિટલને પણ ખાતરી આપવામાં આવી છે કે તેઓ નિયમિતપણે ઓક્સિજન મેળવશે.

Most Popular

To Top